પાકિસ્તાન ભારત સાથે યુદ્ધની તૈયારીમાં: બોર્ડેર પર તહેનાત કર્યા ફાઈટર પ્લેન. જાણો મોદી સરકારે…

3248
TrishulNews.com

જમ્મુ-કાશ્મીર વિશે ભારતે જે નિર્ણય લીધો છે તેનાથી પાકિસ્તાનને ઘણી તકલીફ થઈ રહી છે. પાકિસ્તાન દ્વારા સતત એવા નિર્ણય લેવામાં આવી રહ્યા છે જેનાથી તેથી ગભરામણ સ્પષ્ટ જોવા મળી રહી છે. અત્યાર સુધી પાકિસ્તાને રેલવે અને બસ સેવા રોકવાનો નિર્ણય લીધા પછી રાજકીય સંબંધો પણ તોડવાનો નિર્ણય લીધો હતો. પરંતુ હવે પાકિસ્તાન દ્વારા એવું પગલું લેવામાં આવી રહ્યું છે જે તેના ખરાબ ઈરાદા દર્શાવે છે. પાકિસ્તાને લદ્દાખ પાસે આવેલા તેમના એરબેઝ પર ફાઈટર જેટ તહેનાત કરવાનું શરૂ કરી દીધું છે.

ઈન્ટેલિજન્સ એજન્સીએ વાયુસેના અને સેનાને વિમાન તહેનાત કરવા વિશે એલર્ટ મોકલ્યું છે. સ્કર્દૂ પાકિસ્તાનનો એક ફોરવર્ડ ઓપરેટિંગ બેઝ છે. પાકિસ્તાન આ એરબેઝનો ઉપયોગ બોર્ડર પર આર્મી ઓપરેશનના સપોર્ટ માટે કરે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે પાકિસ્તાન વાયુ સેના અહીં અભ્યાસ કરવાની યોજના બનાવી રહી છે. આ જ કારણથી તેઓ તેમના વિમાન સ્કર્દૂમાં શિફ્ટ કરી રહ્યા છે.

ન્યૂઝ એઝન્સી ANIના જણાવ્યા પ્રમાણે, પાકિસ્તાને બોર્ડર વિસ્તારમાં પોતાના તરફથી સેના વધારવાની શરૂ કરી દીધી છે. શનિવારે પાકિસ્તાન તરફથી c-130 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટને સ્કાર્દૂ એરબેઝ પર લાવવાની શરૂઆત કરવામાં આવી છે.

માનવામાં આવે છે કે, પાકિસ્તાન એરક્રાફ્ટમાં અમુક સામગ્રીઓ લઈને આવ્યા છે. આ એરબેઝ ભારતની લદ્દાખ બોર્ડર પાસે આવ્યું છે. ભારતની એજન્સીઓની પાકિસ્તાનની દરેક પ્રવૃતિઓ પર નજર છે.

જાણકારી અનુસાર પાકિસ્તાનના સ્કાર્દૂ એરબેઝ પાસે JF-17 ફાઈટર પ્લેનની પણ તહેનાતી કરવાની તૈયારીમાં છે. જે સામગ્રીઓને એરબેઝ પાસે પહોંચાડવામાં આવી છે તે ફાઈટર જેટ સાથે જોડાયેલી છે. જોકે અમુક સૂત્રોનું એવું પણ કહેવું છે કે, પાકિસ્તાન ટૂંક સમયમાં આ એરબેઝ પાસે તેમની વાયુસેનાની એક્સરસાઈઝ કરી શકે છે. જેમાં પાકિસ્તાન સેના પણ સામેલ છે.

પાકિસ્તાનના આ કાવતરાં પર ભારતીય સુરક્ષા એજન્સી અને એરફોર્સની નજર છે અને પડોશી દેશના દરેક પગલાંનો જવાબ દેવા માટે ભારત તૈયાર છે.

ઉલેખનીય છે કે, આ પહેલાં પાકિસ્તાન પત્રકારે ટ્વિટ કર્યું હતું કે, ભારતના નિર્ણય પછી પાકિસ્તાનની સેનાએ લાઈન ઓફ કંટ્રોલ પાસે તેમની સેના વધારી દીધી છે. જોકે હજી આ વિશે કોઈ ઓફિશિયલ ખુલાસો થયો નથી.

Loading...

Loading...