આ તુફાની ક્રિકેટર આવ્યો કોરોનાની ઝપેટમાં, નામ જાણીને ચોકી જશો

સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે. ત્યારે હવે ક્રિકેટરો પણ કોરોના વાયરસની ઝપેટમાં આવી ગયાં છે. પાકિસ્તાન ક્રિકેટના સારા પ્લેયરમાં શાહીદ આફ્રિદીનો સમાવેશ થાય…

સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે. ત્યારે હવે ક્રિકેટરો પણ કોરોના વાયરસની ઝપેટમાં આવી ગયાં છે. પાકિસ્તાન ક્રિકેટના સારા પ્લેયરમાં શાહીદ આફ્રિદીનો સમાવેશ થાય છે. પાકિસ્તાનનો ભૂતપૂર્વ ઓલરાઉન્ડ શાહિદ આફ્રિદી હવે કોરોનાગ્રસ્તોની યાદીમાં આવ્યો છે. પોતાની આક્રમક બેટિંગ કે સ્પિન બોલિંગ દ્વારા પાકિસ્તાન માટે સંખ્યાબંધ મેચોમાં સફળતા હાંસલ કરનારો આફ્રિદી કોરોના વાયરસની ઝપેટમાં આવી ગયો છે.

પાકિસ્તાનમાં 1 લાખ 32 હજારથી વધુ લોકો આ જીવલેણ મહામારીની ચપેટમાં આવી ગયા છે. પાકિસ્તાનની સરકાર દ્વારા લોકડાઉન જાહેર કરતાં લોકો ભૂખે મરવાની સ્થિતિ આવી ગઇ હતી. એવામાં લોકોની મદદ માટે પાકિસ્તાનના પૂર્વ ઓલરાઉન્ડર શાહીદ આફ્રિદી આગળ આવ્યા હતા. અત્રે નોધનીય છે કે, કોરોના વાયરસ અને લોકડાઉનના તબક્કામાં દેશની પ્રજા માટે સેવાકાર્યો કરી રહ્યો હતો. કોરોનાનું સંક્રમણ શરૂ થયું ત્યારથી જ આફ્રિદી પાકિસ્તાનમાં સતત ગરીબ અને જરૂરીયાતવાળા લોકોની મદદ કરી રહ્યો હતો. તે પોતાની ટીમ સાથે અલગ અલગ વિસ્તારોમાં રાહત સામગ્રી પહોંચાડી રહ્યો હતો.

શાહીદ આફ્રિદીએ ટ્વીટ કરીને જણાવ્યું છે કે, “ગુરુવારથી મારી તબિયત સારી નથી. આખું શરીર દુખે છે, મેં ટેસ્ટ કરાવ્યો અને કમનસીબે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મને જલ્દી સાજો થવા માટે તમારી દુઆઓની જરૂર છે.” આફ્રિદી તૌફિક ઉંમર અને ઝફર સરફરાઝ પછી ત્રીજો પાકિસ્તાની ક્રિકેટર છે, જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

શાહીદ આફ્રિદીએ ટ્વીટ કરીને લખ્યું છે કે, “ગુરુવારથી મારી તબીયત સારી નથી. મારું આખું શરીર દુઃખી રહ્યું છે. બદનસિબે મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તમે પ્રાર્થના કરો કે મારી તબિયત ઝડપથી સારી થઈ જાય.”

પાકિસ્તાનમાં કોરોના

પાકિસ્તાનમાં 1 લાખ 32 હજારથી વધારે લોકો કોરોના પોઝિટિવ છે. અત્યાર સુધી ત્યાં કોરોના વાયરસને કારણે અઢી હજારથી વધારે લોકોનાં મોત થયા છે. દેશમાં કોરોનાનું સંક્રમણ રોકવા માટે લૉકડાઉન પણ લગાવવામાં આવ્યું હતું, પરંતુ પછીથી તેને હટાવી દેવામાં આવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *