લોટની એક થેલી માટે તડપી રહ્યા છે પાકિસ્તાનીઓ- વિડીયો જોઈ કહેશો ‘આટલા ધમપછાડા…?’

પૂર બાદ પાકિસ્તાન(Pakistan)ની આર્થિક સ્થિતિ ખરાબ થઈ રહી છે. દેશમાં લોટ, ચોખા અને અન્ય જરૂરી વસ્તુઓ એટલી મોંઘી થઈ ગઈ છે કે લોકો માટે તેને…

પૂર બાદ પાકિસ્તાન(Pakistan)ની આર્થિક સ્થિતિ ખરાબ થઈ રહી છે. દેશમાં લોટ, ચોખા અને અન્ય જરૂરી વસ્તુઓ એટલી મોંઘી થઈ ગઈ છે કે લોકો માટે તેને ખરીદવી મુશ્કેલ બની રહી છે. કેટલાક વિસ્તારોમાં લોટની કટોકટી(Pakistan crisis) એટલી હદે પહોંચી ગઈ છે કે લોટ ખરીદવા લોકોની લાંબી કતારો લાગી ગઈ છે. સોશિયલ મીડિયા પર ઘણા વિડીયો પણ વાયરલ(Viral video) થઈ રહ્યા છે, જેમાં પાકિસ્તાનમાં આ સંકટ સ્પષ્ટ પણે જોઈ શકાય છે.

સોશિયલ મીડિયા પર એક વિડીયો ચર્ચાનો વિષય બન્યો છે. વીડિયોમાં લોટ ભરેલી ટ્રકની પાછળ અનેક બાઇકો જતી જોવા મળે છે. એવું લાગે છે કે તે એક બાઇક રેલી છે, જ્યારે આ બધી બાઇકો લોટ લુંટવા માટે તે ટ્રકનો પીછો કરી રહી છે. આ વિડીયોને લઈને લોકો સોશિયલ મીડિયા પર અલગ-અલગ પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે.

વિડીયો શેર કરતાં એક ટ્વિટર યુઝરે લખ્યું કે, આ બાઈક રેલી નથી. પાકિસ્તાનમાં આ લોકો લોટ ભરેલી ટ્રકનો પીછો કરી રહ્યા છે. તેઓ માત્ર આશા રાખે છે કે કોઈ પણ રીતે લોકોને લોટ મળે.

પાકિસ્તાન અત્યાર સુધીના સૌથી મોટા ખાદ્ય સંકટનો સામનો કરી રહ્યું છે:
વર્ષ 2022માં આવેલા પૂરે પાકિસ્તાનની આર્થિક સ્થિતિ એટલી હદે બગાડી નાખી છે કે હવે પાકિસ્તાનની શહેબાઝ શરીફ સરકાર માટે પાટા પર પાછા આવવું મુશ્કેલ બની રહ્યું છે. પાકિસ્તાનની હાલત ખરાબ થઈ રહી છે. તમામ વસ્તુઓના ભાવ મોંઘા સ્તરે છે.

કેટલીક સામાન્ય વસ્તુઓ પણ એટલી મોંઘી થઈ ગઈ છે કે ગરીબ માણસ હવે તેને પોતાની થાળીમાં સમાવી શકતો નથી. લોટ અને ચોખાની પણ આવી જ હાલત છે, પરંતુ પેટ ભરવા માટે તે ખરીદવું લોકોની મજબૂરી બની ગઈ છે.

છેલ્લા અઠવાડિયાથી સિંધ, બલૂચિસ્તાનના ઘણા વિસ્તારોમાં લોટના ભાવ આસમાને પહોંચી ગયા છે. ઘણા વિસ્તારોમાં ઘઉંનો લોટ 3 હજાર પાકિસ્તાની રૂપિયામાં વેચાઈ રહ્યો છે. આ ખરેખર આશ્ચર્યજનક કિંમતો છે. જે રીતે મોંઘવારી વધી રહી છે, હવે લોકો માટે જીવવું મુશ્કેલ બની રહ્યું છે. જો કે, સરકાર હજુ સુધી આ સંકટને સ્વીકારી રહી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *