૭૨ વર્ષ પછી પાકિસ્તાનમાં ફરીથી ખોલવામાં આવશે આ હિન્દુ મંદિર- ભારતમાંથી મૂર્તિઓ લઈ જવાશે

પાકિસ્તાનમાં 72 વર્ષ જૂના મંદિરને ફરી વખત ખોલવામાં આવી રહ્યું છે. આ મંદિર પંજાબ પ્રાંતના સિયાલકોટમાં આવેલું છે, જેને શામળા તેજા સિંહ ટેમ્પલ ના નામે…

પાકિસ્તાનમાં 72 વર્ષ જૂના મંદિરને ફરી વખત ખોલવામાં આવી રહ્યું છે. આ મંદિર પંજાબ પ્રાંતના સિયાલકોટમાં આવેલું છે, જેને શામળા તેજા સિંહ ટેમ્પલ ના નામે ઓળખવામાં આવે છે. આ મંદિરને પાકિસ્તાનની આઝાદી પછી બીજી વખત ખોલવામાં આવ્યું છે, જેમાં ફરીથી તમામ દેવી-દેવતાઓની મૂર્તિઓને સ્થાપિત કરવામાં આવશે. દિલચસ્પ વાતો એ છે કે મંદિરની તમામ મૂર્તિઓ ભારતમાંથી મોકલવામાં આવશે.

૭૨ વર્ષ બાદ આ મંદિરમાં હિન્દી રીતિ રિવાજો મુજબ ખોલવામાં આવશે.

ભવ્ય કાર્યક્રમનું થશે આયોજન.

મંદિરને બીજી વખત ખોલવામાં આવી રહ્યું છે તો આપ સર્વ પર ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.આ દરમિયાન અહીંયા પૂજા-પાઠ કરવામાં આવ્યા સાથે જ લોકોએ સાથે મળીને હર હર મહાદેવના નારા લગાવ્યા.
જણાવી દઈએ કે મંદિરના ખોલવાની પહેલ પાકિસ્તાન એવૈક્યુ ટ્રસ્ટ પ્રોપર્ટી એ કરી હતી. મંદિરની બીજી વખત ખોલવાના અવસર ઉપર હિન્દુ સુધાર સભાના અધ્યક્ષ અમરનાથ રંધાવા, ડોક્ટર મુનાવર ચંદ અને પંડિત કાછી હાજર રહ્યા હતા. આ ઉપરાંત તમામ હિન્દી નેતાઓ પણ હાજર રહ્યા હતા.

પાકિસ્તાન સરકારના આદેશ બાદ મંદિર.

પાકિસ્તાનના સચિવ સૈયદ ફરાઝ સૈયદ એ કહ્યું કે ઘણા વર્ષોથી હિન્દુ સમુદાયના લોકો આ મંદિરને ખોલવાની માગણી કરી રહ્યા હતા. ત્યારબાદ પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાન અને ઍવૈક્યુ ટ્રસ્ટ પ્રોપર્ટી બોર્ડના નિર્દેશ ને લીધે આ મંદિરની બીજી વખત ખોલવામાં આવ્યું. મંદિરના સમારકામ નું કાર્ય જલ્દી શરૂ કરવામાં આવશે અને ફરીથી મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવશે. અમરનાથ રંધાવા મંદિરને બીજી વખત ખોલવાથી પાકિસ્તાન સરકારના વખાણ કર્યા છે. તેઓએ કહ્યું કે અમે ઘણા લાંબા સમયથી આ મંદિરના ઓટલા ઉપર માંગ કરી રહ્યા હતા આવામાં આ મંદિરને ખોલવાનો નિર્દેશ કરવામાં આવ્યો છે તે આપણા માટે મોટી ખબર છે.

ભારતથી લઈ જવામાં આવશે મૂર્તિઓ.

રંધાવા એ કહ્યું કે લોકોને મંદિરમાં પૂજા અર્ચના માટે પરવાનગી આપવામાં આવશે.તેમજ સૂત્રોનું કહેવું છે કે મંદિર માટે મૂર્તિઓ ભારતથી લાવવામાં આવશે અને તેને મંદિરની અંદર સ્થાપન કરવામાં આવશે. જણાવી દઈએ કે પાકિસ્તાન કરતારપુર કોરિડોર પણ બનાવી રહ્યું છે. જ્યાંથી લોકો શીખ ધર્મના સંસ્થાપક ગુરુનાનક ના ૫૫૦ માં પ્રકાશ પર્વ ઉપર દર્શન માટે આવશે. તે માટે શીખ શ્રદ્ધાળુઓને મફતમાં વિઝા મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *