પાકિસ્તાનમાં ક્રેશ થયેલા પ્લેનમાંથી ગેરકાયદે નીકળ્યો કરોડોનો ખજાનો- જાણી તમે પણ ચોકી જશો

22 મેના રોજ પાકિસ્તાનમાં એક મોટી વિમાન દુર્ઘટના થઈ હતી. લાહોરથી કરાંચી જઈ રહેલી પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સની ફ્લાઈટ દુર્ઘટનાનો શિકાર થઈ હતી. પાકિસ્તાની મીડિયાના જણાવ્યા…

22 મેના રોજ પાકિસ્તાનમાં એક મોટી વિમાન દુર્ઘટના થઈ હતી. લાહોરથી કરાંચી જઈ રહેલી પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સની ફ્લાઈટ દુર્ઘટનાનો શિકાર થઈ હતી. પાકિસ્તાની મીડિયાના જણાવ્યા પ્રમાણે, આ દુર્ઘટના કરાંચી એરપોર્ટની પાસે બની છે. આ વિમાનમાં 99 જેટલા મુસાફરો સવાર હતા. પાકિસ્તાનના કરાચીમાં 22 મેના રોજ થયેલી વિમાન દુર્ઘટનામાં 99માંથી 2 લોકો બચી ગયા હતા.

પાકિસ્તાનમાં 22 મેના રોજ ક્રેશ થયેલા પ્લેનના કાટમાળમાંથી અલગ અલગ દેશોની 3 કરોડથી વધુ રૂપિયાની કરન્સી મળી આવી છે. તપાસ અધિકારીના જણાવ્યા પ્રમાણે, આટલી મોટી રકમ એરપોર્ટ સિક્યોરિટી અને લગેજ સ્કેનરમાં કેમ પકડાઈ નથી એ અંગે ઈન્વેસ્ટિગેશન કરાશે. આ રકમ બે બેગમાં મળી આવી છે. તપાસમાં લાગેલા અધિકારીઓનું કહેવું છે કે, દુર્ઘટનામાં મૃતકો અને તેમના લગેજની ઓળખ કરવાનું કામ ચાલી રહ્યું છે.

પાકિસ્તાની મીડિયાના જણાવ્યા પ્રમાણે, પાયલટની ભૂલો સામે આવી છે. એર ટ્રાફિક કંટ્રોલે પાલયટને ત્રણ વોર્નિંગ આપી હતી, પણ તેનું ધ્યાન નહોંતુ ગયું. બીજી બાજુ પાકિસ્તાનના પાયલટ્સ એસોસિએશને દુર્ઘટનાની તપાસ માટે બનાવેલી કમિટિ પર સવાલ કર્યા છે. એસોસિએશનના જણાવ્યા પ્રમાણે, તપાસ ટીમમાં એક પણ કોમર્શિયલ પાયલટ નહોતો, જ્યારે ક્રેશ થનારું એરક્રાફ્ટ કોમર્શિયલ હતું.

દુર્ઘટના બની તે રહેણાંક વિસ્તારમાં ઘણા મકાનો પણ દુર્ઘટનાગ્રસ્ત થયા હોવાના અહેવાલ મળ્યા છે. સીએએના સૂત્રો પ્રમાણે લેન્ડિંગ થવાની અમુક મિનિટ પહેલા જ પ્લેન સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. આ વિમાનમાં 85 પ્રવાસીઓ ઇકોનોમી કલાસમાં અને છ પ્રવાસીઓ બિઝનેસ કલાસમાં મુસાફરી કરી રહ્યા હતા.

મળતી માહિતી અનુસાર, 22 મેના રોજ લાહોરથી કરાચી જઈ રહેલું પ્લેન લેન્ડિગની થોડી મિનિટ પહેલા ક્રેશ થઈ ગયું હતું. પ્લેનમાં ક્રૂ મેમ્બર સહિત 99 લોકો હતા, જેમાંથી માત્ર 2ના જીવ બચી શક્યા હતા. મૃતકો 97 લોકોમાં 9 બાળકો હતા. દુર્ઘટના કરાચી ઈન્ટરનેશનલ એરપોર્ટ પાસે રહેણાક વિસ્તારમાં બની હતી. પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સ જેટની એરબસ એ-320 નામની ફલાઇટમાં 98 જેટલા લોકો સવાર હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *