પાકિસ્તાને ધર્મપરિવર્તનના નામે એક શિખ યુવતીનું અપહરણ કરી મુસ્લિમ યુવક સાથે…

આજકાલ ધર્મપરિવર્તનના નામે ઘણા લોકો બીજા ને ત્રાસ આપી રહ્યા છે. ખાસ કરીને લગ્ન બાબતે સામે વાળું વ્યક્તિ જો બીજા ધર્મનું હોય તો તેની સાથે…

આજકાલ ધર્મપરિવર્તનના નામે ઘણા લોકો બીજા ને ત્રાસ આપી રહ્યા છે. ખાસ કરીને લગ્ન બાબતે સામે વાળું વ્યક્તિ જો બીજા ધર્મનું હોય તો તેની સાથે બળજબરી કરવામાં આવે છે. આવી જ એક ઘટના સામે આવી છે. જેને જાણી તમે ચોંકી જશો.

પાકિસ્તાનનના પંજાબ પ્રાંતમાં શીખ યુવતીનું અપહરણ કરી તેમને બળજબરીપૂર્વક મુસ્લિમ યુવક સાથે નિકાહ કરાવવાની એક ઘટના સામે આવી છે. ચોતરફથી થઇ રહેલા દબાણ બાદ પાકિસ્તાને પીડિત યુવતીને તેમને પરિવારજનોને સોંપવામાં આવી છે. પંજાબ પ્રાંતની નાનકાના સાહિબ પોલીસે આ મામલે 8 આરોપીઓની ધરપકડ પણ કરી છે.

શીખ યુવતીના અપહરણ અને નિકાહનો મામલો સામે આવ્યા બાદ ભારતમાં ઠેર-ઠેર વિરોધ કરવામાં આવ્યો. કેન્દ્ર સરકારે પાકિસ્તાન સરકાર સાથે વાત કરી યોગ્ય પગલાં ભરવાની માંગણી કરી હતી. યુવતીના પરિવારજનોએ પોલીસને કરેલી ફરિયાદમાં જણાવ્યું છે કે 27 ઓગસ્ટની રાત્રે કેટલાક હથિયારધારી લોકો ઘરમાં ઘુસી આવ્યા અને બંદૂકની અણી પર યુવતીને બંધક બનાવીને લઈ ગયા હતા.

રીપોર્ટના જણાવ્યા મુજબ જે મોહમ્મદ હસન સાથે યુવતીના નિકાહ કરવામાં આવ્યા હતા તે મુંબઇ હુમલાના માસ્ટરમાઇન્ડ હાફિઝ સઇદના સંગઠન જમાત-ઉદ-દાવાનો સભ્ય છે. મહત્વનું છે કે આ પહેલા પણ પાકિસ્તાનમાં લઘુમતી કોમની હિન્દુ દીકરીઓના બળજબરી લગ્ન કરાવવાના કિસ્સાઓ સામે આવી ચુક્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *