આર્ટીકલ 370 રદ થવાથી પાકિસ્તાનીઓના એકજ દિવસમાં 6.88 લાખ કરોડ ધોવાયા. જાણો વિગતે

ગૃહમંત્રી અમિત શાહ દ્વારા જમ્મુ કાશ્મીરમાં આર્ટિકલ 370ને ખતમ કરવાનો સંકલ્પ રાજ્યસભામાં રજુ કર્યા પછી પાકિસ્તાનના શેરબજારમાં કોહરામ મચી ગયો છે. પાકિસ્તાની શેરબજારનો બેન્ચમાર્ક ઇન્ડેક્સ…

ગૃહમંત્રી અમિત શાહ દ્વારા જમ્મુ કાશ્મીરમાં આર્ટિકલ 370ને ખતમ કરવાનો સંકલ્પ રાજ્યસભામાં રજુ કર્યા પછી પાકિસ્તાનના શેરબજારમાં કોહરામ મચી ગયો છે. પાકિસ્તાની શેરબજારનો બેન્ચમાર્ક ઇન્ડેક્સ KSE100 600 અંકોથી વધારે તુટી ગયો હતો. સંસદમાં જમ્મુ કાશ્મીરના પુનગઠનનું વિધેયક રજુ થયું હતું. જેમાં લદાખને જમ્મુ કાશ્મીરથી અલગ કરીને તેને કેન્દ્ર શાસિત પ્રદેશનો દરજ્જો આપી દેવામાં આવ્યો છે.

સોમવારે પાકિસ્તાની શેરબજારની સપાટ શરુઆત થઈ હતી. કેએસઈ100 31666.41ના સ્તરે ખુલ્યો હતો. જોકે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સંસદમાં આર્ટિકલ 370ના પ્રથમ બે ઉપબંધોમાં સંશોધનનો પ્રસ્તાન રજુ કર્યા તો તેના ઉપર રાષ્ટ્રપતિએ તરત પોતાની મોહર લગાવી દીધી હતી. આ ખબરથી પાકિસ્તાનના શેરબજારમાં ખલબલી મચી ગઈ હતી અને વેપાર દરમિયાન કેએસઈ100 687.45 પોઇન્ટ તુટીને 30,978.96ના સ્તરે આવી ગયો હતો. જે દિવસનો નીચલો સ્તર છે.

બ્લૂમબર્ગના રિપોર્ટ પ્રમાણે પાકિસ્તાનનું શેરબજાર છેલ્લા બે વર્ષમાં દુનિયામાં સૌથી ખરાબ પ્રદર્શન કરનાર રહ્યું છે. રોકાણકારોના લગભગ 6,88,000 કરોડ પાકિસ્તાની રુપિયા ધોવાય ગયા છે.

પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાન સત્તામાં આવ્યા પછી લગભગ એક વર્ષ પછી લોકોના ગુસ્સાનો સામનો કરવો પડી રહ્યો છે. વિત્તીય સંકટથી ઝઝુમી રહેલા પાકિસ્તાનની મોંધવારી ઘણી વધી ગઈ છે. ફુગાવો 10.34 ટકા પર છે અને હજુ વધે તેવી સંભાવના છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *