મોદી સરકારે ભર્યું એવું પગલું કે પાકિસ્તાન ને છૂટી ગયો પરસેવો – “બચાવો, અમે ડુબી જઈશું”

The Modi government has taken a step that leaves Pakistan sweating - "Save, we will drown"

ભારતના આંતરીક મામલાઓમાં માથું મારવું પાકિસ્તાનને ભારે પડી શકે છે. આર્થિક મોરચે ઝઝુમી રહેલા પાકિસ્તાન માટે હવે નવી મુસીબત આવી શકે છે. સિંધુ જળ સમજુતિ આયોગે જણાવ્યું છે કે, ભારતે સતલજ નદીમાં અત્યાર સુધીમાં 24,000 ક્યુસેક પાણી છોડ્યું છે, જેનાથી પૂરની આશંકા વધી ગઈ છે. સાથે જ ઈસ્લામાબાદે સિંધુ જળ સમજુતિ પર ભારતના વલણને લઈને ઉંડી ચિંતા વ્યક્ત કરી છે અને કહ્યું છે કે, તે સંધિમાં પોતાના અધિકારોની રક્ષા માટે તમામ વિકલ્પ અજમાવશે.

પાકિસ્તાની જળ સંસાધન મંત્રી ફૈઝલ વાવડએ કહ્યું હતું કે, સંધિ અંગર્ગત ભારત, પાકિસ્તાનમાં પૂર આવે તે પહેલા સૂચના આપવા માટે બંધાયેલું છે. પરંતુ વારંવાર યાદ અપાવવા છતાંયે ભારતે સંધિનું પાલન કર્યું નથી.

પાકિસ્તાનના જળ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સોમવારે સાંજે સાત વાગ્યે પાકિસ્તાનને મળેલા આંકડા પરથી જાણવા મળ્યું છે કે, ભાતે સતલજ નદીમાં 24,000 ક્યૂસેક પાણી છોડ્યુઉં છે. હેરાઈક અને ફિરોઝપુરન બેરેજમાં 1.50.000 ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું છે. તો સતલજ નદીમાં પણ લગભગ 2 લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવી શકે છે.

તેમણે આરોપ લગાવ્યો હતો કે, ભારતે આ મામલે જાણકારી આપ્યા વગર જ સતલજ નદીમાં લગભગ 2 લાખ ક્યૂસેક પાણી છોડી દીધું છે. એનડીએમએના પ્રવક્તા બ્રિગેડિયર મુખ્તાર અહમદે જણાવ્યું હતું કે, ભારતે પંજાબમાંથી સતલજ નદીમાં છોડેલુ પાણી આજે મંગળવારે કોઈ પણ સમયે પહોંચી શકે છે અને પુર જેવી સ્થિતિ બની શકે છે.

વાવડાએ કહ્યું હતું કે, સિંધુ જળ સમજુતિ પર પાકિસ્તાની કમિશ્નરે પોતાના ભારતીય સમકક્ષ સામે આંતરરાષ્ટ્રીય વચન ના નિભાવવાને લઈને ઉંડી ચિંતા વ્યક્ત કરી હતી. સંધિ અંતર્ગત ભારત સાથે નિયમિત રીતે માધ્યમથી સંપર્ક કરવામાં આવે છે. તેમના જણાવ્યા પ્રમાણે વર્ષ 1960માં થયેલી સંધિ પાકિસ્તાન અને ભારત વચ્ચે તથા ક્ષેત્રની શાંતિનો ઉપાય હતી, પરંતુ ભારત જો સંધિની શરતો પુરી નહીં કરે તો આ સંધિ પાકિસ્તાનને ન્યાય અપાવવા માટે અસક્ષમ છે.

ઉલ્લેખનીય છે કે, કાશ્મીર મુદ્દે ભારત અને પાકિસ્તાન આમને સામને છે. બંને દેશો વચ્ચે ભારે વિવાદ ઉભો થયો છે. હવે સિંધુ જળ સમજુતિને લઈને એક નવો જ વિવાદ સામે આવ્યો છે. જેનાથી પાકિસ્તાનમાં પારાવાર તારાજી સરજાવવાની શક્યતા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને Whatsapp, FacebookTwitterInstagramઅને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

આ પોસ્ટ માટે તમારું મંતવ્ય અહી લખો: