કચ્છમાં પાકિસ્તાનનું જાસૂસી ડ્રોન ઘુસી આવ્યું, સેનાએ ફૂંકી માર્યું- જુઓ તસવીરો

પાકિસ્તાન અધિકૃત  કાશ્મીરમાં આજે સવારે ભારતીય વાયુસેનાએ એર સ્ટ્રાઈક કરી જૈશના આતંકી ટ્રેઈનિંગ કેમ્પને નષ્ટ કરાયા હતા. ત્યારે ગુજરાતની કચ્છ સરહદ પાસે ભારતીય સેનાએ પાકિસ્તાની ડ્રોનને તોડી પડાયું હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. ન્યુઝ એજન્સી ANI આ વાતની પુષ્ટિ પણ કરી છે.

ભારતીય વિસ્તારમાં જાસૂસી કરવા મોકલાયેલા પાકિસ્તાની ડ્રોને વહેલી સવારે સાડા 6 વાગ્યે તોડી પડાયું હતું. જેને પગલે ઘટનાસ્થળે ગામ લોકો અને સેનાના અધિકારી દોડી ગયા હતા. પુલવામા હુમલાના 12 દિવસ પછી ભારતીય વાયુસેનાએ સીમા પર છૂપાયેલા જૈશ-એ- મોહમ્મદનાં આતંકીઓ મંગળવારે વહેલી સવારે કાર્યવાહી કરી છે.  સેનાની આ કાર્યવાહીની અસર દેશના વિવિધ સરહદી રાજ્યોમાં પડી રહી છે.

ગુજરાતના કચ્છની સરહદે સુરક્ષા વધારાઇ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. જેના ભાગરૂપે રાજકોટમાં રહેલા બીએસએફના જવાનોને તાબડતોબ સરહદે બોલાવવામાં આવ્યા છે. તો કચ્છ બોર્ડ ઉપર પાકિસ્તાની ડ્રોનને તોડી પાડવમાં આવ્યું હતું.

છેલ્લા પાંચ દિવસથી BSFના જવાનો ડિફેન્સના કાર્યક્રમ માટે રાજકોટમાં હતા. જોકે, પીઓકેમાં ભારતીય વાયુ સેના દ્વારા કરાયેલી કાર્યવાહીના પગે કચ્છની સરહદે સુરક્ષા વધારાઇ છે. જેના પગલે રાજકોટમાં રહેલા બીએસએફના જવાનોને તાબડતોબ સરહદે બોલાવવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે બીએસએફના જવાનોને શસ્ત્રો સાથે બોલાવવામાં આવતા અનેક તર્ક વિતર્કો ચાલી રહ્યા છે.

આ હુમલા બાદ ગુજરાત સહિતની તમામ બોર્ડર હાઈએલર્ટ કરી દેવામાં આવી છે. કચ્છ અને જામનગરના વાયુસેનાનો તમામ સ્ટાફ શસ્ત્રો સાથે સ્ટેન્ડ ટુમાં છે. અન્ય રાજ્યોની બોર્ડર પર પણ એલર્ટ જાહેર કરાયું છે. આ સાથે જ આર્મીની ત્રણેય પાંખ તૈયાર રખાય છે.

Facebook Comments