પતિએ પાર કરી ક્રૂરતાની તમામ હદો- પત્નીની હત્યા કરી બાળકો સામે લાશને ગરમ પાણીમાં ઉકાળી

Published on: 10:52 am, Fri, 15 July 22

પાકિસ્તાન (Pakistan) ના સિંધ પ્રાંતમાંથી ક્રૂરતાની હદ વટાવી દે તેવા સમાચાર સામે આવ્યા છે. અહીં એક વ્યક્તિએ પહેલા પોતાની પત્નીનું મોઢું ઓશીકાથી દબાવી મોતને ઘાટ ઉતારી, પછી તેના 6 બાળકોની સામે પત્નીની લાશને એક મોટા તપેલામાં નાખીને ઉકાળી. જેણે પણ આ ક્રૂર કૃત્યની ઘટના સાંભળી તેઓ દંગ રહી ગયા.

બુધવારે સિંધ પોલીસને નરગીસ નામની મહિલાનો મૃતદેહ એક મોટા તપેલામાંથી મળ્યો હતો. આ લાશ ખાનગી શાળાના રસોડામાં પડી હતી. મળતી માહિતી અનુસાર, ઘટના કરાચીના ગુલશન-એ-ઇકબાલ વિસ્તારની છે. પોલીસના જણાવ્યા અનુસાર, મહિલાનો પતિ આશિક બજૌર એજન્સીનો રહેવાસી હતો અને શાળામાં ચોકીદાર તરીકે કામ કરતો હતો અને શાળામાં જ ક્વાર્ટરમાં રહેતો હતો. આ શાળા છેલ્લા 9 મહિનાથી બંધ હતી.

પોલીસે જણાવ્યું કે, પીડિતાની 15 વર્ષની પુત્રીએ તેમને આ ઘટના વિશે જાણ કરી. ત્યાં સુધીમાં આશિક નામનો આ હેવાન તેના ત્રણ બાળકો સાથે ભાગી ગયો હતો. એસએસપીએ કહ્યું કે પોલીસે બાકીના ત્રણ બાળકોને પોતાની પાસે સુરક્ષિત રાખ્યા છે. આ ઘટનાને જોઈને બાળકો ખૂબ જ ગભરાઈ ગયા હતા.

એસએસપીએ કહ્યું કે, પ્રાથમિક તપાસ અને બાળકોના નિવેદનો પરથી જાણવા મળ્યું છે કે હત્યારાએ તેની પત્નીનું મોઢું ઓશીકા વડે દબાવીને હત્યા કરી હતી. આ પછી મહિલાના મૃતદેહને બાળકોની સામે એક મોટા તપેલામાં નાખીને તેને ઉકાળી હતી. આ દરમિયાન મહિલાનો એક પગ શરીરથી અલગ થઈ ગયો હતો. આ વ્યક્તિએ આવું શા માટે કર્યું તેની માહિતી હજુ સામે આવી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.