પાકિસ્તાન ભારત વિરુદ્ધ ફરિયાદ લઈને UNO માં પહોંચ્યું, ભારતે અમારા દેશના 15…

જે રીતે ભારતીય વાયુસેનાએ એર સ્ટ્રાઇક કરીને પાકિસ્તાનમાં રહેલા નાપાક તત્વોના અડ્ડાઓને નાબૂદ કર્યા તેના ધડાકાઓની પાકિસ્તાનના મનમાંથી હજુ પણ ધાક ગઈ નથી. ભારતની નજીવી…

જે રીતે ભારતીય વાયુસેનાએ એર સ્ટ્રાઇક કરીને પાકિસ્તાનમાં રહેલા નાપાક તત્વોના અડ્ડાઓને નાબૂદ કર્યા તેના ધડાકાઓની પાકિસ્તાનના મનમાંથી હજુ પણ ધાક ગઈ નથી. ભારતની નજીવી બાબતોને મોટું રૂપ આપનાર પાકિસ્તાને ભારતીય એરસ્ટ્રાઈક બાદ પર્યાવરણના નુકશાનનો મુદ્દો બનાવીને સંયુક્ત રાષ્ટ્રસંઘમાં ફરીયાદ કરવાની વાત કરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર પાકિસ્તાને દાવો કર્યો કે ભારતીય એર સ્ટ્રાઈકમાં તેના 15 ઝાડનો ખુરદો બોલી ગયો હતો જેની યુએનમાં ફરિયાદ કરવામાં આવશે. પાકિસ્તાનના ક્લાઈમેટ ચેન્જ મંત્રી મલિક આમિન અસલમે કહ્યું કે ભારતના વિમાનોથી અમારા જંગલોને નુકશાન થયું પહોંચાડયુ છે. એરસ્ટ્રાઈકમાં જંગલોને કેટલું નુકશાન થયું છે તેનો રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે તેમાં ૧૫ ઝાડનો ખુરદોબોલી ગયો હતો તથા આજુબાજુના બીજા અનેક ઝાડને નુકશાન થયું હતું.

આ મુદ્દો યુએનમાં લઈ જવામાં આવશે. પાકિસ્તાની મંત્રીએ ઉમેર્યું કે ભારતીય વિમાનોએ રક્ષિત જંગલો પર બોંબમારો કર્યો હતો જેને કારણે ખૂબ નુકશાન થયું છે. સંયુક્ત રાષ્ટ્રસંઘના એક નિયમ અનુસાર, જો કોઈ દેશના લશ્કરી ઓપેરશનથી જંગલને નુકશાન પહોંચતું હોય તો તેની ફરિયાદ થઈ શકે છે. ભારતે પર્યાવરણીય આતંક ફેલાવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *