વ્યાજખોરોએ યુવકને જાહેરમાં પેટ્રોલ છાંટી સળગાવ્યો- કેન્દ્રીય મંત્રીના વતન પાલીતાણાની ઘટના

Published on Trishul News at 4:24 PM, Sat, 3 April 2021

Last modified on April 3rd, 2021 at 4:24 PM

સોશિયલ મીડિયા પર વ્યાજખોરોના આતંકની ઘટનાઓમાં સતત વધારો થતો જઈ રહ્યો છે ત્યારે આવી જ અન્ય એક ઘટના રાજ્યના ભાવનગર જિલ્લામાંથી સામે આવી છે.  ભાવનગરના પાલિતાણામાં વ્યાજખોરોનો વરવો ચહેરો સામે આવી રહ્યો છે. આર્થિક લેવડ દેવડ બાબતે પાલિતાણામાં એક યુવકને વ્યાજખોરોએ પેટ્રોલ છાંટીને જીવતો સળગાવવાનો પ્રયત્ન કરતા ચકચાર મચી જવાં પામી છે.

યુવાનને હાલમાં ગંભીર હાલતમાં શહેરની સરટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. સમગ્ર મામલો જોતા એવું લાગી રહ્યું છે કે, પાલિતાણામા રહીને છુટક મજુરી કામ કરીને જીવન પસાર કરતાં મહેબૂબ શાહે પાલિતાણામા જ રહેતા તેમજ ગેરકાયદેસર ઊંચા વ્યાજે નાણાં ધિરવાનો ધંધો કરતાં માથાભારે શખ્સની પાસેથી ઊંચા વ્યાજે નાણાં લીધાં હતાં.

જેમાં હાલમાં મહામારી તેમજ મંદીને લીધે ભોગગ્રસ્ત યુવાન મહેબૂબ સમયસર વ્યાજ અને મૂળ રકમ ચુકવી ન શકતાં વ્યાજખોરો દ્વારા પઠાણી ઉઘરાણીની શરૂઆત કરવામાં આવી હતી. ગઈકાલે જ માથાભારે શખ્સોએ માનવતાની તમામ હદો વટાવીને યુવાનને હિસાબ ચૂકતે કરવાના બહાને બોલાવીને ઝઘડો કરી માર માર્યા બાદ એક શખ્સે પેટ્રોલ જેવું જવલનશીલ પ્રવાહી મહેબૂબ પર ચાપી દેતાં યુવાન ભડભડ સળગી ઉઠ્યો હતો.

ત્યારબાદ શખ્સો ત્યાંથી ફરાર થઈ ગયાં હતાં. આ યુવાનની મદદે રાહદારીઓ પહોંચ્યા હતા તેમજ આગ ઓલવી સૌપ્રથમ પાલિતાણાની માનસિંહજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. આગળની સારવાર માટે ભાવનગરની સર.ટી હોસ્પિટલના બન્સૅ વોડૅમાં લઈ જવામાં આવ્યો હતો.

આ યુવાનનું શરીર 90%થી વધારે દાઝી ગયું હોવાંથી સારવાર કરતાં તબીબો દ્વારા યુવાનની હાલત ખુબ ગંભીર હોવાનું કહ્યું હતું. ભાવનગર શહેર-જિલ્લામાં વ્યાજખોરોનો આતંક એ કોઈ નવી વાત નથી પણ પાલિતાણાની આ ઘટનામાં નાણાં મામલે વ્યાજખોરોએ તમામ હદો વટાવીને અધમ કૃત્ય આદર્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Be the first to comment on "વ્યાજખોરોએ યુવકને જાહેરમાં પેટ્રોલ છાંટી સળગાવ્યો- કેન્દ્રીય મંત્રીના વતન પાલીતાણાની ઘટના"

Leave a comment

Your email address will not be published.


*