સચિન તેંડુલકરથી લઈને વડાપ્રધાન સહિત વિશ્વની કેટ-કેટલીય દિગ્ગજ હસ્તીઓ સામે તપાસના આદેશ અપાયા

Published on Trishul News at 10:38 AM, Tue, 5 October 2021

Last modified on October 5th, 2021 at 10:38 AM

ક્રિકેટનાં ભગવાન ગણાતા સચિન તેંડુલકર (Sachin Tendulkar) તથા પ્રખ્યાત (Famous) ઉદ્યોગપતિ મુકેશ અંબાણી (Mukesh ambani) ના નાના ભાઈ અનિલ અંબાણી (Anil ambani) ની મુશ્કેલીઓમાં વધારો થઈ શકે છે. કારણ કે, આં બંને પર કરચોરીનો આરોપ મુકાયો છે. સરકાર દ્વારા સમગ્ર મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (CBDT) જણાવે છે કે, ‘પાન્ડોરા પેપર્સ’ સંબંધિત બાબતોની તપાસ કરાશે. આની સાથે જ પાન્ડોરા દસ્તાવેજ કેસની તપાસ ચેરમેનના નેતૃત્વમાં તપાસ એજન્સીઓના સમૂહ દ્વારા થશે. સમગ્ર વિશ્વની 14 કંપનીઓમાંથી મળી આવેલ અંદાજે 1 કરોડ 20 ફાઇલોની સમીક્ષાથી વિશ્વના સેંકડો નેતાઓ, અબજોપતિઓ, સેલિબ્રિટીઝ, ધાર્મિક નેતાઓ તેમજ ડ્રગના વેપાર સાથે સંકળાયેલા લોકોના રોકાણનો ખુલાસો થયો છે.

જેને છેલ્લા 25 વર્ષથી હવેલીઓ, બીચ પર બાંધવામાં આવેલ ખાસ મિલકતો, બોટ તથા બીજી મિલકતોના માધ્યમથી છુપાવી દેવામાં આવ્યા હતા. વિશ્વના 117 દેશોમાં 150 મીડિયા સંસ્થાઓના 600 પત્રકારોની મદદથી તૈયાર કરવામાં આવેલ આ અહેવાલને ‘પાન્ડોરા પેપર્સ’ તરીકે ઓળખવામાં આવી રહ્યો છે.

કારણ કે, તેણે પ્રભાવશાળી તથા કેટલાક ભ્રષ્ટ લોકોની છુપાયેલી સંપત્તિની જાણ કરી છે તેમજ જણાવ્યું છે કે, આ લોકોએ કેવી રીતે હજારો અબજ ડોલરની ગેરકાયદેસર સંપત્તિને છુપાવવા માટે વિદેશી ખાતાનો ઉપયોગ કર્યો છે. આ ગુપ્ત ખાતાઓના લાભાર્થી તરીકે ઓળખવામાં આવેલા 330થી વધારે વર્તમાન તથા ભૂતપૂર્વ નેતાઓમાં જોર્ડનના રાજા અબ્દુલ્લા II, બ્રિટનના ભૂતપૂર્વ વડા પ્રધાન ટોની બ્લેર, ચેક રિપબ્લિકના વડા પ્રધાન આન્દ્રેજે બેબીસ, કેન્યાના રાષ્ટ્રપતિ ઉહુરુ કેન્યાટ્ટા અને એક્વાડોર પ્રમુખ ગિલેર્મો લાસો સામેલ છે.

આની સિવાય પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન તથા રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન બંનેના સહયોગીઓ પણ સામેલ છે. અહેવાલમાં નામ જે અબજોપતિઓના નામ સામે આવ્યા છે, એમા તુર્કીના ઉદ્યોગપતિ અરમાન ઇલિયાક તથા સોફ્ટવેર નિર્માતા રેનોલ્ડ્સ એન્ડ રેનોલ્ડ્સના ભૂતપૂર્વ મુખ્ય કાર્યકારી અધિકારી રોબર્ટ ટી. બ્રોકમેન પણ સામેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Be the first to comment on "સચિન તેંડુલકરથી લઈને વડાપ્રધાન સહિત વિશ્વની કેટ-કેટલીય દિગ્ગજ હસ્તીઓ સામે તપાસના આદેશ અપાયા"

Leave a comment

Your email address will not be published.


*