પહેલા માર્ક્સ દેવામાં અને હવે પરીક્ષાના પેપરમાં ગોટાળો! VNSGUના વિદ્યાર્થીઓ રાહ જોતા રહ્યા પણ પેપર જ ના ખૂલ્યું

સુરત(Surat): વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી(VNSGU)ની ઓનલાઇન પરીક્ષા(Online exam) દરમિયાન સતત બીજા દિવસે મોટો છબરડો જોવા મળ્યો હતો. બુધવારના રોજ કોમર્સના ત્રીજા સેમેસ્ટરમાં માર્કેટિંગની ઓનલાઇન…

સુરત(Surat): વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી(VNSGU)ની ઓનલાઇન પરીક્ષા(Online exam) દરમિયાન સતત બીજા દિવસે મોટો છબરડો જોવા મળ્યો હતો. બુધવારના રોજ કોમર્સના ત્રીજા સેમેસ્ટરમાં માર્કેટિંગની ઓનલાઇન પરીક્ષા હતી. જે પરીક્ષા દરમિયાન ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓને ઇંગ્લિશ મીડિયમનું પેપર મળ્યું હતું. જો કે, વિદ્યાર્થીની ઢગલાબંધ ફરિયાદો મળતા જ અડધો જ કલાકમાં ગુજરાતી મીડિયમનું પેપર અપલોડ કરવામાં આવ્યું હતું અને વિદ્યાર્થીઓને એડવાન્સ અડધો કલાકનો સમય આપી પરીક્ષા પૂર્ણ કરાવવામાં આવી હતી.

મળતી માહિતી અનુસાર, કોમર્સના ત્રીજા સેમેસ્ટરના માર્કેટિંગના 15 વિદ્યાર્થીઓને જ આ પ્રકારની સમસ્યા નડી હતી. જાણવા મળ્યું છે કે, પેપર સેટરે માત્ર ઇંગ્લિશ મીડિયમનું જ પેપર આપ્યું હતું અને ગુજરાતી મીડિયમનું પેપર બનાવ્યું ન હતું. જેથી વિદ્યાર્થીઓને મુશ્કેલી પડતા યુનિવર્સિટીએ તાત્કાલિક પેપર સેટર પાસે ગુજરાતી મીડિયમનું પેપર બનાવવામાં આવ્યું હતું. ત્યારબાદ ઓનલાઇન પરીક્ષા લેનારી એજન્સીને આપીને સોફ્ટવેરમાં ગુજરાતી મીડીયમનું પેપર અપલોડ કરાવ્યું હતું. જે આખી કાર્યવાહીમાં 30 મિનીટ સુધીનો સમય લાગ્યો હતો. જેને કારણે યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓને વધારાનો સમય આપ્યો અને ઓનલાઇન પરીક્ષા પૂર્ણ કરાવી હતી.

આગાઉ પણ સામે આવ્યો હતો મોટો છબરડો:
ની બીએ સેમ-3ની 50 માર્કસની ઓનલાઇન પરીક્ષાના રિઝલ્ટમાં મોટો છબરડો જોવા મળ્યો છે, જેમાં 10 વિદ્યાર્થીને 50 માર્કસમાંથી 78 સુધીના માર્ક્સ આપી દેવામાં આવ્યા હતાં. હોમ સાયન્સ (હ્યુમન ડેવલોપમેન્ટ)ના 652 વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવી હતી. એજન્સી દ્વારા પરીક્ષામાં માત્ર ઇંગ્લિશ મીડિયમનું પેપર જ અપલોડ કરવામાં આવ્યું હતું અને ગુજરાતી મીડિયમનું પેપર અપલોડ કરવામાં નહોતું આવ્યું, જેને કારણે 10 વિદ્યાર્થીઓએ ઇંગ્લિશ મીડિયમમાં પરીક્ષા આપી દીધી હતી.

ત્યાર પછી યુનિવર્સિટી દ્વારા આ મામલે એજન્સીનો તાકીદે કોન્ટેક કરીને ગુજરાતી મીડિયમનું પેપર અપલોડ કરાવવામાં આવ્યું હતું. ત્યાર પછી આ 10 વિદ્યાર્થીઓએ ગુજરાતી મીડિયમમાં પણ પરીક્ષા આપી હતી. આમ, 10 વિદ્યાર્થીઓએ બંને મીડિયમાં પરીક્ષા આપતાં લોગઈન આઇડીમાં એક જ સીટ નંબર લખ્યા હોવાને કારણે બંને મીડિયમની પરીક્ષાના માર્ક્સ ગણાઈને રિઝલ્ટ જનરેટ થયું હતું. ત્યારબાદ યુનિવર્સિટી દ્વારા સુધારો કરીને 10 વિધાર્થીને નવા રિઝલ્ટ આપવામાં આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *