સુરત અગ્નિકાંડમાં આરોપી કાર્યપાલક ઇજનેર પરાગ મુનશીના 9 કલાકના જામીન મંજૂર

સુરતમાં તક્ષશીલા અગ્નિકાંડે સુરત સહિત સમગ્ર ગુજરાતને હચમચાવી દીધું હતું. આ અગ્નિકાંડમાં આરોપી કાર્યપાલક ઇજનેરની ધરપકડ કરવામાં આવી હતી. જેના કોર્ટ દ્વારા એક દિવસના જામીન…

સુરતમાં તક્ષશીલા અગ્નિકાંડે સુરત સહિત સમગ્ર ગુજરાતને હચમચાવી દીધું હતું. આ અગ્નિકાંડમાં આરોપી કાર્યપાલક ઇજનેરની ધરપકડ કરવામાં આવી હતી. જેના કોર્ટ દ્વારા એક દિવસના જામીન મંજૂર કરવામાં આવ્યા છે. મળતી માહિતી પ્રમાણે કાર્યપાલક ઇજનેર પરાગ મુનશીને સુરત કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો. કોર્ટ દ્વારા પરાગના 9 તારીખે સવારે 9.00થી સાંજે 6.00 વાગ્યા સુધીના જામીન મંજૂર કરવામાં આવ્યા છે. દીકરીના લગ્નમાં હાજરી આપવા માટે કોર્ટે જામીન આપ્યા છે. પોલીસ જાપ્તા સાથે પરાગ દીકરીના લગ્નમાં હાજર રહેશે.

અગ્નિકાંડમાં પોલીસ દ્વારા બે કર્મચારીઓની ધરપકડ કરવામાં આવી હતી.જેમાં પરાગ મુનશી અને જયેશ સોલંકીનો સમાવેશ થાય છે. કાર્યપાલક ઈજનેર કક્ષાના બંને અધિકારીઓની ગંભીર બેદરકારીને કારણે તેમની ધરપકડ કરવામાં આવી હતી. પી ડી મુનશી જે મનપાના કાર્યપાલક ઈજનેર છે તેઓ તક્ષશિલાને મંજુરી આપવામાં આવી ત્યારે વરાછા ઝોનમાં હતા. મુનશીએ બિનઅધિકૃત બાંધકામ નિયમિત કરવા માટે રજૂ થયેલા પ્લાનને સ્થળ, સ્થિતિ સાથે સુસંગત ન હોવા છતાં બહાલી આપી નીતિ નિયમો વિરુદ્ધ ઈંપેક્ટ ફી મંજૂર કરી હતી.

આમ મુનશીએ ગંભીર તેમજ ગુનાહિત બેદરકારી બેદરકારી દાખવી હતી, તો જયેશ સોલંકી જે મનપાના એકઝીક્યુટિવ એન્જિનિયર છે તેઓ પણ તે સમયે વરાછા ઝોનમાં ફરજ પર હતા. અને બિનઅધિકૃત બાંધકામ નિયમિત કરવા માટે રજુ થયેલા પ્લાનને સ્થળ, સ્થિતિ સાથે સુસંગત ન હોવા છતાં કોઈ પણ પ્રકારની ચકાસણી કર્યા વિના સર્ટિફિકેટ ઓફ રેગ્યુલાઈઝેશન એટલે કે C.O.R. ઈશ્યુ કર્યું હતું, અને ખોટી રીતે મંજુર થયેલા ઈંપેક્ટ ફી ના સર્ટિફિકેટ દ્વારા બિલ્ડિંગને અધિકૃત બતાવી ફરજચૂક અને ગંભીર તેમજ ગુનાહિત બેદરકારી દાખવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *