વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ સીએમ ભુપેન્દ્ર પટેલ પાસે રાહત પેકેજ મળવામાં બાકાત રહેલા જિલ્લાના ખેડૂતો માટે કરી વિશેષ માંગ

ગુજરાત(Gujarat): રાજ્યના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી(Paresh Dhanani) દ્વારા ભુપેન્દ્ર પટેલ(Bhupendra Patel)ને પત્ર લખવામાં આવ્યો છે. જે પત્રમાં તેમણે ખેડૂતના હિતમાં અને અન્ય કેટલીક સહાયને…

ગુજરાત(Gujarat): રાજ્યના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી(Paresh Dhanani) દ્વારા ભુપેન્દ્ર પટેલ(Bhupendra Patel)ને પત્ર લખવામાં આવ્યો છે. જે પત્રમાં તેમણે ખેડૂતના હિતમાં અને અન્ય કેટલીક સહાયને લઈને પત્રમાં લખવામાં આવ્યું છે કે, સૌરાષ્ટ્ર(Saurashtra)ના લગભગ તમામ જિલ્લાઓમાં અધિકથી અત્યાધિક વરસાદના કારણે મોટાભાગના જિલ્લાઓમાં ખૂબ નુકસાન થવા પામેલ છે. આ જિલ્લાઓમાં વરસાદ(Heavy rain)ના કારણે જનજીવન ખોરવાઈ ગયેલ, રસ્તાઓનું ધોવાણ થયેલ, કેટલાક રસ્તાઓ બંધ કરવાની ફરજ પડેલ, નદી-નાળા છલકાઈ જવાથી ખેતરો બેટમાં ફેરવાઈ ગયેલ, ખેડૂતોના ખાતર-બિયારણ નિષ્ફળ ગયેલ હોઈ લીલા દુષ્કાળની સ્થિતિ નિર્માણ પામેલ, શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ઘુસી જતા લોકોના ઘરવખરી તથા માલસામાનને મોટું આર્થિક નુકસાન થયું છે.

ખેડૂતોના ખેતી પાકને થયેલ નુકસાન, લોકોના ઘરવખરી, માલસામાન અંગે તાત્કાલિક સર્વે કરાવી, ખરેખર થયેલ નુકસાનનું ૧૦૦% વળતર મળે તથા માનવ મૃત્યુ અને પશુ મૃત્યુની સહાય તાત્કાલિક ચૂકવાય તે માટે જરૂરી કાર્યવાહી કરાવવા માટે ભલામણ કરવામાં આવી હતી. રાજ્યના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા તાજેતરમાં સપ્ટેમ્બર માસમાં થયેલ ભારે વરસાદથી થયેલ પાક નુકસાન અન્વયે કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવેલ છે. સદર પેકેજમાં જામનગર, રાજકોટ, જુનાગઢ અને પોરબંદર એમ માત્ર ચાર જ જિલ્લાનો સમાવેશ કરવામાં આવેલ છે.

ત્યારે સપ્ટેમ્બર મહિનામાં રાજકોટ જિલ્લામાં ૧૨૨%, મોરબીમાં ૮૮.૬૬% (જેમાં હળવદ ૧૦૦%, ટંકારા ૧૦૫%), જામનગરમાં ૧૨૫%, દેવભૂમિ-દ્વારકામાં ૧૧૯૪%, પોરબંદરમાં ૧૧૪%, જુનાગઢમાં ૧૧૪, ગીર-સોમનાથમાં ૮૫% (જેમાં સુત્રાપાડા અને વેરાવળ તાલુકામાં ૧૧૫%), અમરેલીમાં ૯૬% (જેમાં અમરેલી ૧૦૬%, બાબરા ૧૧૪, લીલીયા ૧૦૯%, રાજુલા ૧૧૫%, વડીયા ૧૦૭%), ભાવનગ૨માં ૯૩% (જેમાં ભાવનગર ૧૧૩%, ગારીયાધાર ૧૧૦%, ઘોઘા ૧૧૫%, મહુવા ૧૨૪%),

જ્યારે બોટાદમાં ૧૦૨%, આણંદ જિલ્લામાં ૧૦૨૪, છોટાઉદેપુર જિલ્લામાં ૧૦૦%, કચ્છ જિલ્લામાં ૯૩.૬૦% (જેમાં અંજાર ૧૪૮૪, ભુજ ૧૧૬%, નખત્રાણા ૧૧૨૪), પાટણ જિલ્લામાં ૭૪.૯૬% (જેમાં સરસ્વતી ૧૦૮૪), મહેસાણા જિલ્લામાં ૭૬.૪૮% (જેમાં બેચરાજી ૧૦૦,૧૩%), અમદાવાદ જિલ્લામાં ૭૨,૮૭% (જેમાં ધોલેરા ૧૦૨.૫૬%), ખેડા જિલ્લામાં ૭૮.૬૩% (જેમાં નડિયાદ ૧૨૩.૭૩%), વડોદરા જિલ્લામાં ૭૫.૯૬% (જેમાં પાદરા ૧૦૫.૭૩૪) (૧૯) ભરૂચ જિલ્લામાં ૯૫.૭૦% (જેમાં અંકલેશ્વર ૧૨૪.૮૪%, હાંસોટ ૧૧૫.૭૩%, નેત્રંગ ૧૦૫,૬૪, વાલીયા ૧૧૧.૯૬%)

નર્મદા જિલ્લામાં ૯૯.૬૭% (જેમાં દેડીયાપાડા ૧૨૦:૫૪%, નાંદોદ ૧૦૮.૧૧, તિલકવાડા ૧૧૫.૭૫%), સુરત જિલ્લામાં ૯૫.૭૦% (જેમાં બારડોલી ૧૦૧.૧૦%, મહુવા ૧૦૦.૪૫%, ઓલપાડ ૧૦૩.૮૪%, પલસાણા ૧૨૮.૦૪%, સુરત શહેર ૧૦૭.૪૮%), નવસારી જિલ્લામાં ૯૨.૫૪૪ (જેમાં ખેરગામ ૧૦૨.૮૪%, નવસારી ૧૦૧.૬૮૪), વલસાડ જિલ્લામાં ૯૯.૨૩% (જેમાં કપરાડા ૧૦૦.૩૧%, ઉમરગામ ૧૨૪.૪૫%) વરસાદ નોંધાયેલ છે.

સાથે વધુમાં લખતા જણાવ્યું છે કે, સરકાર દ્વારા જે પેકેજ જાહેર કરવામાં આવેલ છે તેમાં ફક્ત ચાર જ જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવેલ છે. આ ચાર જિલ્લાઓમાં રેકોર્ડ આધારિત ૧૦૦% ઉપરાંત વરસાદ નોંધાયેલ છે તેવી જ રીતે અન્ય જિલ્લાઓના ઘણા તાલુકાઓમાં પણ ૧૦૦% ઉપરાંત વરસાદ નોંધાયેલ છે તેવા જિલ્લા અને તાલુકાઓને રાહત પેકેજથી વંચિત રાખવામાં આવેલ છે. આવો ભેદભાવ સરકાર કેમ રાખી રહી છે ? સૌરાષ્ટ્રના જે જિલ્લાઓમાં પેકેજ જાહેર નથી થયું તેનો સર્વે કરવામાં આવે તો ત્યાં પણ મગફળી, કપાસ, કઠોળ, તલ, શાકભાજી વગેરે ખેતી પાકોને વરસાદના કારણે ભારે નુકસાન થવા પામેલ છે અને જમીનનું પણ મોટાપાયે ધોવાણ થયેલ છે. સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં વીજળીની ખૂબ જ તંગી છે. અવારનવાર વીજકાપ કરવામાં આવે છે.

ખેડૂતો અન્ય પાકોનું વાવેતર પૂરતી વીજળીના અભાવે કરી શકતા નથી અને વાવેતર કરેલ હોય તો વીજળીના અભાવે સિંચાઈ કરી શકતા નથી. તૌકતે વાવાઝોડા બાદ હાલની સ્થિતિએ પણ ખેતીવિષયક વીજપુરવઠો ૧૦૦% પુનઃસ્થાપિત કરી શકાયો નથી, જેના કારણે ખેડૂતોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. સરકાર દ્વારા તારીખ ૧૮-૧૦-૨૦૨૧ના ઠરાવથી રાજ્યના ફક્ત ચાર જિલ્લાઓમાં કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવેલ છે, જેના કારણે વરસાદથી અસરગ્રસ્ત જિલ્લા અને તાલુકાઓને અન્યાય થવા પામેલ છે. સરકારની આવી ભેદભાવભરી નીતિના કારણે સરકાર દ્વારા મળવાપાત્ર સહાયથી સાચા અસરગ્રસ્તો વંચિત રહી જશે. રાજ્ય સરકારે આ અંગે સમગ્ર રાજ્યમાં વરસાદથી થયેલ નુકસાની અંગે તાત્કાલિક અસરથી સર્વે કરાવી, ચાર જિલ્લા ઉપરાંત જે પણ તાલુકા અને જિલ્લામાં વરસાદના કારણે નુકસાની થઈ છે તેનો કૃષિ રાહત પેકેજમાં સમાવેશ કરી સાચા અસરગ્રસ્તોને સહાય પૂરી પાડવામાં આવે તેવી ભલામણ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *