IT સેલ એ લોકોને ગેરમાર્ગે દોરવા થોડા વધુ રિસર્ચની જરૂર- વોટ્સએપ યુનીવર્સીટીથી હવે લોકો ઉલ્લુ નહી બને

ચારે તરફ મોદી સરકારની વેક્સીન ડિપ્લોમસીની ટીકા થઇ રહી છે. ત્યારે ડેમેજ કંટ્રોલ કરવા ભાજોનું આઈટી સેલ એક વિડીયો લઈને આવ્યું છે પરંતુ આ વિડીયોને…

ચારે તરફ મોદી સરકારની વેક્સીન ડિપ્લોમસીની ટીકા થઇ રહી છે. ત્યારે ડેમેજ કંટ્રોલ કરવા ભાજોનું આઈટી સેલ એક વિડીયો લઈને આવ્યું છે પરંતુ આ વિડીયોને ખોટો ઠેરવી રહ્યા હોય એમ નીતિન ગડકરીનો વિડીયો વાઈરલ થઇ રહ્યો છે. જેમાં ભાજપ આઈટી સેલ દ્વારા કરાયેલા અર્ધ સત્ય દવાઓની પોલ ખુલતી નજરે આવે છે.

લોકો સવાલ કરી રહ્યા છે “મોદી જી તમે દેશના લોકોના ભાગની રસી શા માટે વિદેશ મોકલી?” ત્યારે આ બાબતે ભાજપ આઈટી સેલ એક વિડીયો લઈને આવ્યું છે જેમાં કોંગ્રેસ, કેજરીવાલ પર આરોપો કરાયા છે કે તમે લોકોને ભરમાવો છો. આ વિડીયો તમે અહિયાં નીચે જોઈ શકો છો:

બીજેપી નો દાવો છે કે, વેક્સિન ફોર્મ્યુલા ખીચડી રેસિપી નથી કે બધા માટે જાહેર કરી દેવાય! પણ હકીકત એ છે કે, કોવેકસીન ફોર્મ્યુલા ઓપન કરવાની જાહેરાત કરી દેવાઈ છે. ભાજપનો બીજો એક દાવો છે કે, વેક્સિન વિદેશ મોકલવી ભારતની મજબૂરી હતી અને પાડોશી દેશોમાં 1 કરોડ વેક્સિન આપી જેથી ત્યાંથી અહીં કોરોના ના આવે પરંતુ આની હકીકત તપાસીએ તો UK, USA જેવા દેશોએ એકપણ વેક્સિન એક્સપોર્ટ કરી નથી તો ભારતે કેમ કરી? પડોશી દેશમાં 1 કરોડ વેક્સિન આપવાથી કોરોના અટકી જાય?

આ વિડીયોમાં ભાજપનો દાવો છે કે, આંતરરાષટ્રીય નિયમોને કારણે ભારત એકસપોર્ટ કરવા બંધાયેલ છે, પરંતુ હકીકત એ છે કે, જો ભારત એક્સપોર્ટ કરવા બંધાયેલ છે તો હવે એક્સપોર્ટ કેમ અટકાવ્યું? હકીકત એ છે ભારત આવા કોઈ નિયમોથી બંધાયેલ નથી. વધુ એક દાવો કરાયો છે કે, આટલી મોટી સંખ્યામાં રસીકરણ કરવાનું હોવાને કારણે સમસ્યા આવી રહી છે પરંતુ કોર્ટે એક ચુકાદા દરમ્યાન કહ્યું હતું કે સરકાર ખુદ પાસે 7 વેક્સિન મેન્યુફેકચરિંગ યુનિટ છે તો તેનો ઉપયોગ કેમ નથી કરાતો?

આ વિડીયો વાઈરલ થયાને ગણતરીની મીનીટોમાં જ પૂર્વ મુખ્યમંત્રી શંકરસીંહ વાઘેલાના સોશિયલ મીડિયા સલાહકાર અને રણનીતિકાર પાર્થેશ પટેલે નીતિન ગડકરી કે જેઓ કેન્દ્રીય મંત્રી છે તેમનો એક વિડીયો જાહેર કર્યો છે જેમાં નીતિન ગડકરીના નિવેદનો ભાજપ આઈ ટી સેલ દ્વારા લોન્ચ કરાયેલા વીડિયોના તમામ દાવાઓને ખોટા અથવા અર્ધ સત્ય સાબિત કરી રહ્યા છે.

નીતિન ગડકરી નો આ વિડીયો રીલીઝ કરતા પાર્થેશ પટેલ જણાવે છે કે, “અંધ ભક્તો તો માની જશે પરંતુ જનતા ને મનાવવા માટે બીજેપી ગુજરાતે પૂરતું રિસર્ચ કરવું પડશે. કોવેકસીન ફોર્મ્યુલા ઓપન કરવાની જાહેરાત કરી દેવાઈ છે. · UK, USA જેવા દેશોએ એકપણ વેક્સિન એક્સપોર્ટ કરી નથી તો ભારતે કેમ કરી? પડોશી દેશમાં 1 કરોડ વેક્સિન આપવાથી કોરોના અટકી જાય? જો ભારત એકસપોર્ટ કરવા બંધાયેલ છે તો હવે એકસપોર્ટ કેમ અટકાવ્યું? હકીકત એ છે ભારત બંધાયેલ નથી માટે કુતર્ક ના કરો. સરકાર ખુદ પાસે 7 વેક્સિન મેન્યુફેકચરિંગ યુનિટ છે તો તેનો ઉપયોગ કેમ નથી કરાતો?”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *