ભર બજારે વગર ડ્રાઈવરે દોડતી બાઈક જોતા જ લોકોમાં મચી અફરાતફરી- વિડીયો જોઇને જીવ તાળવે ચોટી જશે

ગુજરાત(Gujarat): સામાન્ય રીતે રાજ્યમાં અકસ્માતની (Accident in Gujarat) ઘટનાઓ અવારનવાર બનતી રહે છે અને અકસ્માતના વીડિયો (accident video) પણ ખુબ જ સોશિયલ મીડિયાના માધ્યમથી વાયરલ…

ગુજરાત(Gujarat): સામાન્ય રીતે રાજ્યમાં અકસ્માતની (Accident in Gujarat) ઘટનાઓ અવારનવાર બનતી રહે છે અને અકસ્માતના વીડિયો (accident video) પણ ખુબ જ સોશિયલ મીડિયાના માધ્યમથી વાયરલ થતાં હોય છે. પરંતુ ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લામાં (Patan news) એક વિચિત્ર ઘટના સીસીટીવીમાં કેદ (cctv footage) થઈ છે જેને જોતા જ લોકોમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો અને ત્યારબાદ આ વીડિયો સોશિયલ મીડિયા (viral video on social media) ઉપર વાયરલ થતા જ લોકો પણ અચંભિત થઇ ગયા હતા.

ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લાના હારીજ-ચામસ્મા હાઇવે (Harij chanasma highway) પર એક વાહન ચાલકે બાઈકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ ચાલક રસ્તા પર નીચે પટકાઈ ગયો હતો અને બાઈક એકલું રસ્તા ઉપર દોડતું જોવા મળ્યું હતું. આ ઘટના સીસીટીવીમાં કેદ થતાં ભારે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.

અકસ્માતની ઘટના અંગેની મળતી માહિતી અનુસાર પાટણ જિલ્લાના હારીજ ચાણસ્મા હાઈવે ઉપર બાઈક ચાલક પસાર થઇ રહ્યો હતો. ત્યારે ટ્રક ચાલકે બાઈક ચાલકને પાછળની બાજુથી ટક્કર મારી હતી. અથડાવાને લીધે બાઈક ચાલક બાઈક ઉપરથી નીચે પડી ગયો હતો.

અકસ્માત દરમિયાન બાઈક એકલું જ આગળ ચાલતું રહ્યું હતું. અંદાજે 400થી 500 મીટર સુધી ચાલક વગર બાઈક એકલું રસ્તા પર દોડતું રહ્યું હતું. ત્યારબાદ બાઈક પલટી ખાઈ ગયું હતું. આ અકસ્માતની ઘટના નજીકના સ્થળ ઉપર લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. ત્યારબાદ આ વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતા લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે.

મળતી માહિતી મુજબ બાઈક ચાલકને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. જ્યારે બાઈકને પણ થોડુક નુકસાન થયું હતું. આ અકસ્માતની ઘટના અંગે કોઈ પોલીસ ફરિયાદ થઈ નથી કે નોંધવામાં આવી નથી. જોકે, વાયરલ વીડિયો જોઈને લોકો ચોંકી ઉઠ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગમખ્વાર અકસ્માતના અનેક વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતા રહેતા હોય છે. ત્યારે પાટણમાં બનેલી આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો.  કારણ કે, ભર બજારે ચાલક વગર બાઈક એકલું દોડતા જોઈને પહેલી નજરે લોકો અનેક તર્ક વિતર્કો કરવા લાગ્યા હતા અને અચંભિત થઇ ગયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *