‘દીકરી વહાલનો દરિયો’ પટેલ પરિવારે દીકરીના વજન બરાબર 3 કિલો ચાંદી માઁ ખોડલને અર્પણ કરી

દીકરીના જન્મને લઈને આજના યુગમાં ઘણા લોકોને અણગમો થાય છે, પરંતુ ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટી જીતુભાઈ શિયાણીના પુત્ર રાહુલભાઈ શિયાણીને ત્યાં પુત્રીનો જન્મ થયા બાદ દીકરીની…

દીકરીના જન્મને લઈને આજના યુગમાં ઘણા લોકોને અણગમો થાય છે, પરંતુ ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટી જીતુભાઈ શિયાણીના પુત્ર રાહુલભાઈ શિયાણીને ત્યાં પુત્રીનો જન્મ થયા બાદ દીકરીની ચાંદીતુલા કરી 3 કિલો ચાંદી મા ખોડલને અર્પણ કરી અનુકરણીય પગલું ભર્યું હતું.

આ પરિવારે દીકરીના જન્મ બાદ લાડવાનો પ્રસંગ કરવાને બદલે એ રકમ પણ ટ્રસ્ટને અર્પણ કરી હતી. ‘દીકરી વહાલનો દરિયો’ ઉક્તિ શિયાણી પરિવારે ખરા અર્થમાં સાર્થક કરી છે. ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટી જીતુભાઈ શિયાણીના દીકરા રાહુલભાઈ શિયાણીને ત્યાં 12-12-2018ના રોજ લક્ષ્મીજી રૂપે દીકરીનો જન્મ થતા પરિવારમાં ખુશીનો માહોલ છવાયો હતો.

દીકરીના વજન બરાબરની ચાંદી મા ખોડલના ચરણોમાં અર્પણ કરીશું

પરિવારે નિર્ણય કર્યો કે દીકરીના વજન બરાબરની ચાંદી મા ખોડલના ચરણોમાં અર્પણ કરીશું અને રાહુલભાઈ અને વિધિબેનની દીકરીની ચાંદીતુલા કરતા 3 કિલો ચાંદી ખોડલધામ ટ્રસ્ટને અર્પણ કરી સમાજને નવો રાહ ચિંધ્યો હતો.

ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન અને સ્વપ્નદ્રષ્ટા નરેશભાઇ પટેલ દર વખતે સમાજને જૂના રિવાજો ત્યજી આગળ વધવા અપીલ કરે છે. નરેશભાઇની આ વાતને ધ્યાને રાખતા શિયાણી પરિવારે આ માર્ગે ચાલીને દીકરીના જન્મ બાદ લાડવાનો પ્રસંગ કરવાના બદલે એ ખર્ચાની રકમ ખોડલધામ ટ્રસ્ટમાં અર્પણ કરી હતી.

આમ શિયાણી પરિવારે લક્ષ્મીજીના વધામણા કરી મા ખોડલને ચાંદી અને લાડવાનો પ્રસંગ કરવાને બદલે ખર્ચાની રકમ ખોડલધામ ટ્રસ્ટમાં આપતા તેમના આ કાર્યને નરેશભાઇ પટેલ સહિતના ટ્રસ્ટીઓએ વધાવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *