ઊંઝા ઉમિયાધામ સંસ્થાનું નવું સોપાન: પટેલ સમાજનો કોઈ જવાન શહીદ થાય તો પરિવારને આપશે લાખ રૂપિયાની સહાય

મહેસાણા: ઊંઝા ઉમિયા માતાજી સંસ્થા (Unjha Umiya Mataji Institute) ને ઈન્ડો-તિબેટ બોર્ડ ફોર્સ (Indo-Tibet Board Force) ની રાષ્ટ્રીય એકતા સાયકલ રેલી તથા બોર્ડરથી ઊંઝા (Unza)…

મહેસાણા: ઊંઝા ઉમિયા માતાજી સંસ્થા (Unjha Umiya Mataji Institute) ને ઈન્ડો-તિબેટ બોર્ડ ફોર્સ (Indo-Tibet Board Force) ની રાષ્ટ્રીય એકતા સાયકલ રેલી તથા બોર્ડરથી ઊંઝા (Unza) માં સ્વાગત કરાયું હતુ. દેશની આઝાદીના 75 વર્ષની ઉજવણી સંદર્ભે આઝાદી અમૃત મહોત્સવ હેઠળ આર્મી (Army) દ્વારા 75 સપ્તાહ સુધી અનેકવીધ વિસ્તારોમાં જઈને ઉજવણી કરાઈ રહી છે.

ઈન્ડો, તિબેટ પોલીસ ફોર્મની રાષ્ટ્રીય એકતા સાયકલ રેલી ચાઈના બોર્ડરથી કેવડિયા કોલોની સુધી 27,000 કિમીની યાત્રા કરવાની છે કે, જેમાંથી 2300 કિમીનું અંતર કાપીને આ સાયકલ યાત્રા ઊંઝા આવી પહોંચી હતી. ચીન બોર્ડરથી લઈને ગોગરાસ લદાખ, હરિયાણા, પંજાબ, દિલ્હી, રાજસ્થાન, આબુ થઈને ઉંઝા આવેલ આર્મી સાયરલ રેલીનું ઉંઝા ઉમિયા માતા મંદિર ખાતે સ્વાગત કરાયું છે.

આ અંતર્ગત ઉમિયા સંસ્થાના માનજ મંત્રી દિલિપભાઈ નેતાજીએ જાહેરાત કરી હતી કે, પાટીદાર સમાજમાંથી જે કોઈપણ જવાન શહીદ થશે તેના પરિવારને 1 લાખ રૂપિયાનું પ્રોત્સાહન ઈનામ આપવામાં આવશે. આઝાદીના 75 વર્ષની ઉજણી સંદર્ભે આઝાદીની અમૃત મહોત્સવ હેઠળ આર્મી દ્વારા 75 અઠવાડિયા સુધી અનેકવિધ વિસ્તારોમાં જઈને ઉજવણી કરી રહ્યા છે.

આપને જણાવી દઈએ કે, એકસાથે 2,300 કિમીનું અંતર કાપીને આ સ્થળે આવેલા આર્મી જવાનો ઉંઝા મંદિર દ્વારા સંચાલિત આરામગૃહમાં રોકાણ કરશે તેમજ ફક્ત 2 દિવસ આરામ કર્યા પછી તેઓ કેવડિયા જવા માટે પ્રસ્થાન કરશે. આપને જણાવી દઈએ કે. કેવડિયામાં નર્મદા નદી પર બનાવેલ સરદાર સરોવર ડેમથી 3.5 કિમી દૂર આવેલ 182 મીટર ઊંચી વિશ્વની સૌથી ઊંચી સરદાર પટેલની પ્રતિમાને 7 કિમી દૂરથી પણ જોઈ શકાય છે.

આ મૂર્તિની ખાસિયત એ છે કે, અંદાજે 5,000 મેટ્રિક ટન લોખંડ, 3000 કરોડ રૂપિયાના અંદાજિત ખર્ચ તેમ્મ્જ ફક્ત 33 મહિનાના ટૂંકાગાળામાં આ સ્ટેચ્યૂ તૈયાર કરવામાં આવ્યું છે. સાધુ બેટ પર બનાવેલ એન્જિનિયરિંગ માર્વેલ જેવી આ પ્રતિમા તેના લોકાર્પણ બાદ સતત પ્રવાસીઓને આકર્ષીત કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *