પાટીલને બહારના રાજ્યના કહેનાર કેજરીવાલને દિલ્લીના એક પાટીદાર યુવાન અશ્વિન સાંકડાસરિયાએ આપ્યો જવાબ

Published on: 5:37 pm, Mon, 2 May 22

પોતાની ધારદાર વાતોથી ગુજરાતીઓને તંત્રની વિવિધ ખામીઓ અંગે અને સમાજના દુષણો સામે અવાજ ઉઠાવતા દિલ્હી સ્થિત પાટીદાર આગેવાન અશ્વિન સાંકડાસરીયાએ એક સોશિયલ મીડિયા પોસ્ટ મારફત દિલ્લીના સીએમ કેજરીવાલ ને સ્ફોટક જવાબ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે કેજરીવાલે તેના ગુજરાત પ્રવાસમાં ગુજરાત ભાજપ ને નેતૃત્વ કરવા માટે એક ગુજરાતી નથી મળ્યો તેવું નિવેદન આપીને પ્રાંતવાદને જન્મ આપ્યો છે. શું કહ્યું છે અશ્વિન સાંકડાસરીયાએ વાંચો અહી:

આ 2014માં દિલ્હી ખાતે અખિલ ભારતીય ગુર્જર કુર્મી 27 કરોડ ગણ પરિષદ કાર્યક્રમ છત્રપતિ સંભાજીરાજે ની આગેવાનીમાં યોજાયેલો.જેમા ભારત ભરના પાટીદારો એકમંચ ઉપર આવે તેવું આહવાન થયેલુ. હાલ ના કેન્દ્રીય મંત્રી Anupriya Patel अनुप्रिया पटेल અને ગુજરાત કોંગ્રેસ ધારાસભ્ય પરેશ ધાનાણી દિપ પ્રાગટ્ય કરી રહ્યા છે.

તે સમયે 543 સાંસદો પૈકીના 117 કુર્મી પાટીદાર સમાજના હતા. આ કાર્યક્રમના આયોજક કમિટીમાં કમલેશ પાટીલ હતા. મહારાષ્ટ્ર ના પાટીલ,પવાર,પટોલે એ મુળતહ પાટીદાર સમાજથી જ આવે છે. આ એટલા માટે કહેવુ પડે છે કે હાલ ગુજરાતના પ્રદેશપ્રમુખ C R Paatil ને Arvind Kejriwal દ્વારા બહારી ગણાવ્યા અને ગુજરાતમાં કોઇ નેતા જ ન હોય અને આયાતી નેતા લાદવાની વાહિયાત વાત કરી.

સી આર પાટીલ ને જો પાટીદાર સમાજના ન માનતા હોવ તો ઓરિસ્સા સુધી લાંબા થઇને કુર્મી સમાજની દિકરીઓ લેવા ન જવાય. અનુપ્રીયા પટેલ ને કાગવડ આમંત્રણ ન અપાય. કુણબી કુંવર છત્રપતિ શિવાજી મહારાજ ના વંશજોના બોર્ડ લગાવીને કાર્યક્રમો ન કરાય. ચંદ્રકાન્ત પાટીલ એ આપડા માટે તો ચંદુભાઇ પટેલ જ છે.
આપડા સમાજના જ છે.

કેજરીવાલ ના કહેવાથી લોહીના સબંધ થોડા મટી જવાના છે? પેલા સ્વધોષીત હિંદુ વાદી હાર્પિક ને કારણે Anandiben Patel ને ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી તરિખેનું પદ ગુમાવ્યું ત્યારે ગુજરાતના અમુક ગધેડાઓ રાજી થયા હતા પણ ઉત્તરપ્રદેશ ના પાટીદારો એ દુ:ખ વ્યક્ત કરેલું કે અમારી દિકરી ને રાજકિય કાવતરાનો ભોગ બનવું પડયું અને તે પણ આપડા સમાજને કારણે….. પાટીલ એટલે પટેલ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.