પાણીની વચ્ચે હોડીમાં ગેસનો બાટલો ફાટતા 4 લોકોના તડપી તડપીને મોત- ‘ઓમ શાંતિ’

Published on Trishul News at 2:24 PM, Sat, 6 August 2022

Last modified on August 6th, 2022 at 2:24 PM

બિહાર(Bihar)ની રાજધાની પટના(Patna)માં એક મોટી દુર્ઘટના ઘટી છે. જેમાં શનિવારે એટલે કે આજરોજ બપોરે ગંગા નદી(Ganga river)માં હોડીની અંદર સિલિન્ડર બ્લાસ્ટ(Cylinder blast in boat) થતાં 4 લોકોના મોત થયા હતા. આ ભયાનક દુર્ઘટનામાં અનેક લોકો ઘાયલ થયા છે. હોડીમાં લગભગ 20 લોકો સવાર હતા. ઘટનાની માહિતી મળતા જ પોલીસ-પ્રશાસનની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને બચાવ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે.

જણાવવામાં આવી રહ્યું છે કે હોડી દ્વારા ગેરકાયદેસર રેતી એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં આવી રહી હતી. દરમિયાન રેતીના વહન સાથે સંકળાયેલા લોકો માટે હોડીમાં જ બપોરનું ભોજન તૈયાર કરવામાં આવી રહ્યું હતું, ત્યારે અચાનક ગેસ લીકેજ થતાં સિલિન્ડર ફાટતાં હોડીમાં સવાર ચાર વ્યક્તિઓ નદીની વચ્ચોવચ આગની જ્વાળાઓનો શિકાર બનતા દર્દનાક મૃત્યુ થયા હતા.

માહિતી મળતા જ ઘટનાસ્થળે પહોંચેલા માણેર પોલીસ સ્ટેશનના પ્રમુખે 4 લોકોના મોતની પુષ્ટિ કરી છે. આ ઘટનામાં અનેક હોડી સવારોને ઈજા થઈ હોવાના અહેવાલો છે. તમામ ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

બોટમાં સવાર તમામ લોકો પટના જિલ્લાના હલ્દી છપરા ગામના હોવાનું કહેવાય છે અને તેઓ કોઈલવાર-બિહટા વિસ્તારમાંથી રેતીની મજૂરી કરીને બોટમાં ભોજન બનાવી રહ્યા હતા. પોલીસ હાલમાં તો આ મામલાની તપાસમાં લાગી ગઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Be the first to comment on "પાણીની વચ્ચે હોડીમાં ગેસનો બાટલો ફાટતા 4 લોકોના તડપી તડપીને મોત- ‘ઓમ શાંતિ’"

Leave a comment

Your email address will not be published.


*