અરર… છેલ્લા 22 વર્ષથી આ વ્યક્તિએ પોતાના શરીર પર પાણીનું એક ટીપું પણ નથી નાખ્યું- કારણ જાણીને…

Published on: 12:12 pm, Sat, 30 July 22

બિહાર(Bihar)ના ગોપાલગંજ(Gopalganj)માં એક વ્યક્તિની અનોખી જીદ વિશે જાણીને બધા ચોંકી ગયા છે. આ વ્યક્તિએ છેલ્લા 22 વર્ષથી સ્નાન કર્યું નથી અને ક્યારેય નહિ નહાવાની જીદ પર અડગ છે. સૌથી નવાઈની વાત એ છે કે આ વ્યક્તિના શરીરમાંથી તીવ્ર ગંધ આવે છે, પરંતુ તે અત્યાર સુધી ક્યારેય બીમાર નથી પડ્યો. તમને જણાવી દઈએ કે ગોપાલગંજના 62 વર્ષીય ધર્મદેવ(62 year old Dharmdev) નહિ નહાવાની જીદને કારણે નોકરી ગુમાવી દીધી છે. તે કોલકાતાની એક જ્યુટ મિલમાં કામ કરતા હતા.

મળતી માહિતી મુજબ, ધર્મદેવ રામના સ્નાન ન કરવા પાછળ એક અજીબ શપથની ચોંકાવનારી કહાની છે. તેઓ કહે છે કે જ્યાં સુધી મહિલાઓ પર અત્યાચાર, જમીન વિવાદ અને પ્રાણીઓની હત્યા બંધ નહીં થાય ત્યાં સુધી તેઓ સ્નાન કરશે નહીં. આ ત્રણ માંગણીઓ પૂરી થયા પછી જ તે પોતાના શરીર પર પાણી રેડશે. ગ્રામજનો માનસિક બિમારીનું કારણ જણાવી રહ્યા છે.

પત્ની અને બે પુત્રો ગુમાવ્યા:
ગ્રામજનોએ જણાવ્યું કે, ધર્મદેવ છેલ્લા 22 વર્ષથી ગામમાં બ્રહ્મસ્થાન પાસે રહે છે. વર્ષ 2003માં પત્ની માયાદેવીના મૃત્યુ બાદ પણ તેણે સ્નાન કર્યું ન હતું. આ પછી તેના બે પુત્રો મૃત્યુ પામ્યા. ત્યારે પણ તેણે પોતાના શરીર પર પાણીનું એક ટીપું પણ ન નાખ્યું. અહીં ગ્રામજનોનું કહેવું છે કે ધરમદેવ રામ તાંત્રિક વિધિ કરે છે, જેના કારણે તે માનસિક રીતે બીમાર છે. આ જ કારણ છે કે તે નહિ નહાવાની જીદ પર અડગ છે.

ધરમ દેવ કહે છે કે, વર્ષ 1986માં અચાનક તેમને લાગ્યું કે દેશમાં જમીન વિવાદ, પ્રાણીઓની હત્યા અને મહિલાઓ પર અત્યાચાર વધવા લાગ્યા છે. આ પછી તેણે શપથ લીધા કે જ્યાં સુધી આ તમામ અત્યાચાર બંધ નહીં થાય ત્યાં સુધી તે સ્નાન નહીં કરે. ગામલોકો જણાવે છે કે, ધરમદેવ 6 મહિના સુધી એક ગુરુ પાસે રહ્યા અને જપ-તપ પણ કર્યું. તેઓ ભગવાન શ્રી રામને પોતાના આદર્શ માને છે. સૌથી મહત્વની વાત એ છે કે, ધર્મદેવ ભગવાન રામ દ્વારા નિર્ધારિત સિદ્ધાંતોનું પાલન કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.