જવાનોએ ૧૭ હજાર ફૂટ ઊંચાઈ પર ફરકાવ્યો તિરંગો, રુવાડા ઉભા કરી દે તેવો દેશભક્તિનો વિડીયો

ભારત તિબેટ સીમા પોલીસના જવાનોએ ગણતંત્ર દિવસના અવસરે લદાખમાં 1000 ફૂટની ઉંચાઇએ તિરંગો ફરકાવ્યો.ભારતીય સેનાના આ હીરોએ તિરંગાને સલામી આપતાં ભારત માતાકી જય અને વંદે…

ભારત તિબેટ સીમા પોલીસના જવાનોએ ગણતંત્ર દિવસના અવસરે લદાખમાં 1000 ફૂટની ઉંચાઇએ તિરંગો ફરકાવ્યો.ભારતીય સેનાના આ હીરોએ તિરંગાને સલામી આપતાં ભારત માતાકી જય અને વંદે માતરમના નારા લગાવ્યા. જણાવી દઈએ કે લદાખમાં અત્યારે તાપમાન -૨૦ ડિગ્રી છે.

આ ઉપરાંત ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા એ કમલમમાં તિરંગો ફરકાવ્યો. તેમજ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પોતાના નિવાસ સ્થાને તિરંગો ફરકાવ્યો અને સલામી આપી. ગણતંત્ર દિવસના અવસરે આઈ.ટી.આઈ.ના વિદ્યાર્થી ઓએ કેમ્પસમાં તિરંગા માર્ચ કાઢી આ દિવસની ઉજવણી કરી. આ પહેલી વખત હશે જ્યારે ગણતંત્ર દિવસ ઉપર ઇન્ડિયા ગેટ પર પીએમ મોદીએ અમર જવાન જ્યોતિ સમક્ષ દેશના શહીદોને શ્રદ્ધાંજલિ નથી આપી. આ વખતે પીએમ મોદીએ નેશનલ મેમોરીયલ ઉપર શહીદોને નમન કરી યાદ કર્યા.

આજે સંપૂર્ણ ભારત 31 મો ગણતંત્ર દિવસ હર્ષોલ્લાસ સાથે ઉજવી રહ્યું છે. દિલ્હીના રાજપથ ની આ શુભ અવસરે દુલ્હનની જેમ શણગારવામાં આવ્યો છે. રાજપથ પર થઈ રહેલા કાર્યક્રમ માટે સુરક્ષાની સખત વ્યવસ્થા કરવામાં આવી છે.સૌથી પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક ઉપર દેશના શહીદોને શ્રદ્ધાંજલિ આપી અને ત્યારબાદ ત્રણેય સેનાના પ્રમુખો એ શહીદોને શ્રદ્ધાંજલિ આપી. આજે દિલ્હીમાં થનાર સમારોહ માટે બ્રાઝિલના રાષ્ટ્રપતિએ મુખ્ય અતિથિ સ્વરૂપે છે.

આજના દિવસે દેશની રાજધાની ને અવકાશી સુરક્ષા પુરી પાડવામાં આવી છે. સાથે જ હજારો પોલીસ અને અર્ધસૈનિક દળોના જવાનો પણ સતર્ક છે.રાજપથ પર રાષ્ટ્રની બહુમૂલ્ય સાંસ્કૃતિક ધરોહર અને આર્થિક પ્રગતિ ને દર્શાવનાર 22 ઝાંખીઓ માંથી 16 ઝાંખી રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશની છે અને છ વિભિન્ન મંત્રાલય અને વિભાગની છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *