કોન્સ્ટેબલે પત્ની સાથેના ઝઘડાનું વેર લેવા પોતાના જ 3 સંતાનોના ગળા કાપી નાખ્યા- વાંચો સમગ્ર ઘટનાક્રમ

ભાવનગર શહેરમાં ચોકાવનારી ઘટના સામે આવી છે. વિદ્યાનગરમાં આવેલી નવી પોલીસ લાઇનમાં રહેતા પોલીસ કોન્સ્ટેબલ સુખદેવ નાઝાભાઇ શિયાળે બાળકો પોતાના ના હોવાની શંકાએ પોતાના જ…

ભાવનગર શહેરમાં ચોકાવનારી ઘટના સામે આવી છે. વિદ્યાનગરમાં આવેલી નવી પોલીસ લાઇનમાં રહેતા પોલીસ કોન્સ્ટેબલ સુખદેવ નાઝાભાઇ શિયાળે બાળકો પોતાના ના હોવાની શંકાએ પોતાના જ ત્રણ પુત્રોની તીક્ષ્ણ હથિયારથી ગળું કાપી હત્યા કરતા અરેરાટી વ્યાપી ગઇ છે. ઘટનાને પગલે એસપી, ડીવાયએસપી સહિત મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ભાવનગર પોલીસ લાઇનમાં રહેતા પોલીસ કોંસ્ટેબલ સુખદેવ શિયાળે બાળકો પોતાના ના હોવાની શંકાએ પોતાના જ પુત્રો ખુશાલ, ઉદ્ધવ અને મનોનીતની તીક્ષ્ણ હથિયારથી ગળુ કાપી હત્યા નીપજાવી હતી. સુખદેવ મહુવાના રાણીવાડા ગામનો વતની છે. પહેલા દાઠા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો હતો. તે પોલીસ હેડ ક્વાર્ટરમાં આશાન વિભાગમાં ફરજ બજાવે છે. પોતાની પત્નીને રૂમમાં પૂરી ત્રણેય પુત્રોને મોતને ઘાટ ઉતાર્યાની પણ ચર્ચા થઇ રહી છે. છેલ્લા ઘણા સમયથી શંકાને કારણે ઘરમાં અવારનવાર ઝઘડા થતા હતા. પરંતુ આજે આવેશમાં આવીને ત્રણેય પુત્રોની હત્યા કરી હતી.

સુખદેવ અને જીજ્ઞા વચ્ચે ઝઘડો થયો ત્યારે ત્રણે નાના બાળકો રમકડા રમી રહ્યા હતા તેમને અંદાજ ન્હોતો કે મમ્મી પપ્પા વચ્ચેનો ઝઘડો આટલી ચરમસીમાએ પહોંચશે પોલીસે જયારે હત્યાનું ઘટના સ્થળ જોયુ ત્યારે તેઓ પણ ધ્રુજી ગયા હતા. સુખદેવની રૂમમાં ત્રણ બાળકોની લાશ હતી અને ત્યાં રમકડા પણ પડયા હતા. આ ત્રણે બાળકો રમી રહ્યા હતા ત્યારે સુખદેવે તેમની હત્યા કરી નાખી હતી, પોલીસ જયારે રૂમમાં દાખલ થઈ ત્યારે અંદરના રૂમમાંથી મદદ માટે કોઈનો અવાજ આવી રહ્યો હતો પોલીસે તે રૂમમાં દરવાજો ખોલતા અને જીજ્ઞા હતી. તેણે બહાર આવી જોયુ તો પોતાના ત્રણે સંતાનોની લાશ જોઈ તે ફસડાઈ પડી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *