હવામાં પોતાની પાંખો ફેલાવીને ઉડી રહ્યો મોર- વિડીયો જોઇને તમે પણ ખુશખુશાલ થઇ જશો

Published on Trishul News at 6:51 PM, Mon, 28 June 2021

Last modified on June 28th, 2021 at 6:51 PM

સોશિયલ મીડિયામાં અવારનવાર અનેક વિડીઓ વાયરલ થાય છે. કેટલાય વિડીઓ એવા હશે જેને જોઇને તમે ડરી જતા હશો તો અમુક વિડીઓ એવા હોય છે જે આપણું દિલ જીતી લે છે. ત્યારે અમુક વિડીઓ રમુજી હોય છે. જયારે અનેક વિડીઓ પ્રેરણાત્મક અથવા સૂચનાત્મક હોય છે. ત્યારે આવો જ એક મજેદાર વિડીઓ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જે વિડીઓ જોઇને તમને પણ નવાઈ લાગશે.

મોરને નાચતો જોવાની દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે. મોરના પીછાઓના રંગ અને સૌન્દર્ય વિશેષ હોય છે. કેન્દ્રીય પ્રધાન કિરેન રિજિજુએ વાદળી ભારતીય મોરનો એક સુંદર વિડિઓ શેર કર્યો છે. વિડિઓમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે, ઉડતા મોરની સુંદરતા કોઈના પણ હૃદયને સ્પર્શી શકે છે.

વિડિઓમાં તમે જોઈ શકો છો કે મોર જમીન પર બેઠો છે અને તેની પાંખો ફેલાવે છે અને ઉપરની તરફ ઉડે છે. ત્યારબાદ મોર ઝાડ પર બેસે છે. ત્યાર પછી મોર ફરી એક વખત તેની પાંખ ફેલાવીને ઉડે છે અને લોખંડના પતરા પર બેસી જાય છે.

આ મજેદાર વિડીઓને કેન્દ્રીય પ્રધાન કિરેન રિજિજુએ શેર કર્યો છે અને શેર કરતા લખ્યું છે કે, “પ્રકૃતિ અદ્ભુત છે, આ મોર વ્યક્તિઓને પણ પોતાના જીવનમાં ઉંચાઈ પર જવાનું સૂચવે છે”. આ વિડીઓને અત્યાર સુધીમાં 11 હજારથી વધુ લોકો જોઈ ચુક્યા છે. લોકો આ વિડીઓને ખુબ જ પસંદ કરી રહ્યા છે. એક યુઝર્સે કોમેન્ટ કરતા લખ્યું છે કે, “વાહ ખુબ સુંદર. પ્રકૃતિની દરેક વસ્તુ એક દમ બરોબર છે.”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Be the first to comment on "હવામાં પોતાની પાંખો ફેલાવીને ઉડી રહ્યો મોર- વિડીયો જોઇને તમે પણ ખુશખુશાલ થઇ જશો"

Leave a comment

Your email address will not be published.


*