ટ્રમ્પને US આર્મી ચીફે સંભળાવી દીધું- અમે તમારી નહી, સંવિધાનની રક્ષા કરવા માટે છીએ- લોકોનું રક્ષણ કરીશું

યુ.એસ.માં અશ્વેત જ્યોર્જ ફ્લોયડના મોત બાદના વિરોધ પ્રદર્શનો યથાવત. જેમ જેમ પ્રદર્શનકારો રસ્તાઓ પર પાછા ફર્યા, પોલીસ વડાઓએ તેમણે શાંતિ માટે હાકલ કરી- પરંતુ બોખ્લાઈ…

યુ.એસ.માં અશ્વેત જ્યોર્જ ફ્લોયડના મોત બાદના વિરોધ પ્રદર્શનો યથાવત. જેમ જેમ પ્રદર્શનકારો રસ્તાઓ પર પાછા ફર્યા, પોલીસ વડાઓએ તેમણે શાંતિ માટે હાકલ કરી- પરંતુ બોખ્લાઈ ગયેલા ટ્રમ્પએ આ અવિરોધીઓને કચડવાની ધમી આપતા ફરીથી વિરોધ શરુ થયો છે. પ્રેસિડેન્ટ ટ્રમ્પએ આ વિરોધીઓને ઘરેલું આતંકીઓ કહ્યા હતા અને તેમના પર હું આર્મી બળ વાપરીશ તેવી ધમકી આપી હતી. આ વચ્ચે યુએસ સંરક્ષણ સચિવએ જાહેરમાં સૈન્ય તૈનાત કરવાની ડોનાલ્ડ ટ્રમ્પની ધમકીને નકારી હતી.

ડોનાલ્ડ ટ્રમ્પે વિરોધને કચડવા લશ્કરમાં મોકલવાની ધમકી આપ્યા પછી, યુએસ સૈન્યના વડાએ એક નિવેદન જાહેર કરીને કહ્યું કે, આર્મીના ગણવેશમાં રહેલા લોકો તમને યાદ અપાવે છે કે તેમની પ્રતિજ્ઞા ટ્રમ્પ નહીં પરંતુ બંધારણનું રક્ષણ કરવાની છે. અમે અમારા મુલ્યો ના જતન માટે બોલીએ છીએ.

ટ્રમ્પની આ ધમકી બાદ US ના સંરક્ષણ સચિવ માર્ક ટી. એસ્પરએ બુધવારે રાષ્ટ્રપતિ ટ્રમ્પના નિવેદનથી અંતર બનાવી લીધું અને કહ્યું કે, “દેશભરમાં અશાંતિ છુપાવવા માટે આર્મી અને સશસ્ત્ર બળોનો ઉપયોગ આ તબક્કે બિનજરૂરી છે”

એક લોકશાહી દેશમાં સ્વતંત્ર રહેલ પોલીસ અને સૈન્ય તંત્રએ ફરીવાર પ્રેસિડેન્ટ ટ્રમ્પના ગાલ પર તમાચો માર્યો છે. આ પહેલા હ્યુસ્ટન પોલીસ ચીફ(કમિશ્નર) એ કહ્યું હતું કે: ” હું પ્રેસિડેન્ટ ને અમેરિકાભરના પોલીસ ચીફ વતી કહેવા માગું છું કે, તમને જો સર્જનાત્મક કામ ન આવડે તો મૂંગા રહો” આ નિવેદન એ સમયે આવ્યું હતું જયારે ટ્રમ્પએ વિરોધી પર કુતરાઓ છોડવાની વાત કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *