જાનૈયાએ કર્યો રૂપિયાનો વરસાદ અને પૈસા લુંટવા લોકોએ એવો કીમિયો અપનાવ્યો કે, વિડીયો જોઇને હસીને લોતપોત થઇ જશો

Published on Trishul News at 7:01 PM, Wed, 23 June 2021

Last modified on June 23rd, 2021 at 7:01 PM

સોશિયલ મીડિયામાં અવારનવાર અનેક વિડીઓ વાયરલ થાય છે. કેટલાય વિડીઓ એવા હશે જેને જોઇને તમે ડરી જતા હશો તો અમુક વિડીઓ એવા હોય છે જે આપણું દિલ જીતી લે છે. ત્યારે અમુક વિડીઓ રમુજી હોય છે. જયારે અનેક વિડીઓ પ્રેરણાત્મક અથવા સૂચનાત્મક હોય છે. ત્યારે આવો જ એક રમુજી અને જુગાડ વાળો વિડીઓ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જે વિડીઓ જોઇને તમે આશ્વર્યચકિત થઇ જશો અને ખડખડાટ હસી પણ પડશો.

જાન દરમિયાન ઘણા લોકોને પૈસા ઉડાડવાનો ખુબ જ શોખ હોય છે. ત્યારે આવો જ એક વિડીઓ સોશીયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જેમાં જાનમાં આવેલા લોકો પૈસા ઉડાવી રહ્યા છે. જયારે રોડ પર રહેલા અન્ય લોકો આ પૈસાને લુંટવા માટે એક અનોખો જુગાડ અપનાવી રહ્યા છે. લોકો આ પ્રકારના જુગાડને જોઇને આશ્ચર્યચકિત થઇ રહ્યા છે અને સાથે મનોરંજન પણ મેળવી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Shanukhan2808. (@shanukhan2808s)

જયારે જાન દરમિયાન પૈસા ઉડાડવામાં આવે છે ત્યારે લોકો પૈસાને લુંટવા માટે માટે અનોખો જુગાડ અપનાવ્યો છે. કેટલીકવાર લોકો પૈસા લૂંટવા માટે એક બીજાની વચ્ચે લડતા પણ હોય છે. ત્યારે સોશિયલ મીડિયામાં થઇ રહેલા વાયરલ વીડીઓમાં પૈસાને લુંટવા માટે એક અનોખો નુસ્ખો અપનાવ્યો છે. આ જોતા એવું લાગી રહ્યું છે કે, આપના દેશમાં જુગાડની કોઈ અછત નથી. પરંતુ આવા પ્રકારના જુગાડ ભાગ્યે જ જોવા મળે છે.

વિડિઓમાં તમે જોઈ શકો છો કે, પૈસા લૂંટવા માટે વ્યક્તિએ મોટું નેટ બનાવ્યું અને તેને હવામાં લહેરાવે છે અને તેમાં તે ઘણી નોટો જમા કરે છે. જયારે અન્ય લોકો પૈસા લુંટવા જાય છે ત્યારે ફક્ત 2 કે 3 નોટો લુંટી શકે છે. જયારે એક વ્યક્તિ એક અનોખા જુગાડ સાથે ઘણી બધી નોટો લુંટી લે છે. આ વિડીઓને શાનુ ખાન નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. આ વીડીઓને અત્યાર સુધીમાં 1 લાખ 38 હજારથી વધુ લોકો પસંદ કરી ચૂક્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Be the first to comment on "જાનૈયાએ કર્યો રૂપિયાનો વરસાદ અને પૈસા લુંટવા લોકોએ એવો કીમિયો અપનાવ્યો કે, વિડીયો જોઇને હસીને લોતપોત થઇ જશો"

Leave a comment

Your email address will not be published.


*