ગુજરાત: પાલિકાનાં એક નિર્ણયને કારણે બાઈક ચલાવનાર યુવકને ગુમાવવો પડ્યો જીવ – જાણો સમગ્ર ઘટના

Published on Trishul News at 3:27 PM, Tue, 10 November 2020

Last modified on November 10th, 2020 at 3:27 PM

રાજ્યમાંથી અવાનવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહેતી હોય છે. હાલમાં પણ અકસ્માતની આવી જ એક ઘટના ગુજરાતમાં આવેલ વડોદરા શહેરમાંથી સામે આવી રહી છે. અકસ્માતને કારણે ઘણાં લોકોને પોતાનો તેમજ પોતાના સ્વજનોને ગુમાવવાનો વારો આવતો હોય છે.

વડોદરા શહેરમાં આવેલ મંગલ પાંડે રોડ પર અગોરા મોલ નજીક લોકો દ્વારા ફાળો એકત્ર કરીને સ્પીડ બ્રેકર મૂકવામાં આવ્યું હતું. પાલિકા દ્વારા એને હટાવી લેવામાં આવતા હોબાળો મચી ગયો હતો તથા સ્પીડ બ્રેકર હટાવતાંની સાથે જ આજ સવારમાં સિમેન્ટ કોંક્રિટ મિક્ષરની અડફેટે એક બાઇક ચાલક આવી જતા એનું ઘટનાસ્થળ પર મોત થયું હતું.

પાલિકાએ સ્પીડ બ્રેકર તોડી પાડતા સ્થાનિકોએ વ્યક્ત કર્યો આક્રોશ :
વડોદરામાં આવેલ અગોરા મોલની પાછળ બનાવવામાં આવેલ ‘પ્રધાનમંત્રી આવાસ’ અંતર્ગત મકાનોના રહીશોની વર્ષ 2017-18થી ઘણીવાર રજૂઆત કરવાં છતાં તંત્ર દ્વારા ધક્કાઓ ખવડાવવામાં આવતા હતા. છેવટે ત્યાંના રહીશો દ્વારા સ્વયં લોકફાળો એકત્ર કરીને પોતાના ખર્ચે લોકોના બચાવ માટે સ્પીડ બ્રેકર મુકવામાં આવ્યું હતું.

જે તંત્રના અધિકારીઓ દ્વારા ઉપરી અધિકારીના મૌખિક આદેશથી તોડી પાડવામાં આવ્યું હતું. જેનો વિરોધ સ્થાનિક અગ્રણી મુન્નાભાઇ અને વડોદરા શહેર કોંગ્રેસ મંત્રી દિપક દેસાઇએ કર્યો હતો. તંત્ર સ્પીડ બ્રેકર બનાવવામાં આટલું ઉદાસીન વલણ રાખે તેમજ ઉપરી અધિકારીના આદેશનું ત્વરિત પાલન કરે એ વાત કેટલા હદે વ્યાજબી ગણાય?  આવનાર દિવસોમાં જો આ સ્થળ પર કોઈ અકસ્માત સર્જાય તો આ મૌખિક આદેશથી સ્પીડ બ્રેકર તોડનાર અધિકારીની જવાબદારી રહેશે એવી રજૂઆત કરી હતી.

ડ્રાઈવરે સિમેન્ટ કોંક્રિટ મિક્ષરને ગફતરભરી રીતે ચલાવતા બાઇક ચાલકનું થયું મોત :
સોમવારનાં રોજ કોર્પોરેશનના તંત્રએ લોકો દ્વારા મૂકવામાં આવેલ સ્પીડ બ્રેકર હટાવી દેવામાં આવતાં આજે સવારમાં જ સિમેન્ટ કોંક્રિટ મિક્ષરની ટ્રકના ડ્રાઈવરે ગફલતભરી રીતે ચલાવી ત્યાંથી પસાર થતાં સમા-સાવલી રોડ નંદાલય સોસાયટીના રહેવાસી ઉર્શિલ દેસાઇ નામના યુવાનને અડફેટે લેતા બાઈકચાલકનું ઘટનાસ્થળ પર મોત થયું હતું. જેને લીધે લોકોમાં આક્રોશ ફેલાઈ ગયો હતો. પોલીસે ઘટનાસ્થળ પર પહોંચીને આગળની કાર્યવાહી શરુ કરી દીધી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Be the first to comment on "ગુજરાત: પાલિકાનાં એક નિર્ણયને કારણે બાઈક ચલાવનાર યુવકને ગુમાવવો પડ્યો જીવ – જાણો સમગ્ર ઘટના"

Leave a comment

Your email address will not be published.


*