લાખો રૂપિયા ખર્ચીને દુર દુરથી આ ગુફામાં સુવા માટે આવે છે લોકો, કારણ છે ચોંકાવનારૂ

Published on: 12:03 pm, Wed, 24 March 21

દેશમાં તથા સમગ્ર વિશ્વમાં અનેકવિધ રહસ્યો રહેલાં છે. આની સાથે જ ભારત દેશને રહસ્યમય દેશ તરીકેની પણ માન્યતા આપવામાં આવી છે. હિન્દ્કોશ પર્વત માળાથી લઈને અરુણાચલ પ્રદેશ સુધી તેમજ કાશ્મીરથી લઈને કન્યા કુમારી સુધી અનેકવિધ રહસ્યો છુપાયેલા છે.

હાલના સમયમાં ભારત દેશ ટેકનોલોજીમાં પણ ખુબ જ વિકાસ પામી રહ્યો છે પણ દેશમાં આજે પણ એવાં કેટલાંક સ્થળ આવેલા છે કે, જેમાં રહસ્યોના ભેદ હજુ સુધી ઉકેલી શકાયા નથી. મોટાભાગનાં લોકો આને વિશે જાણતા હોતા નથી. આપને જણાવી દઈએ કે, એક એવી પણ ગુફા આવેલી છે કે, જ્યાં લોકો દૂર દૂરથી આ ગુફામાં સૂવા માટે આવે છે.

અત્યાર સુધી આપણે એવા કેટલીક વિચિત્ર સ્થળો વિશે જાણ્યું હશે પણ અમે આપને એક એવી જગ્યા વિશે જણાવવા માટે જઈ રહ્યા છીએ કે, જ્યાં લોકો સૂવા માટે આવે છે. લોકો સામાન્ય રીતે તેમના રોગની સારવાર માટે ડોકટરો પાસે જતાં હોય છે પણ આ ગુફામાં સૂવાથી બીમારીઓ મટી જાય છે.

people come from far and wide to sleep in this cave after spending millions of rupees2 min - Trishul News Gujarati Breaking News

એવું માનવામાં આવે છે કે આ ગુફામાં સૂવાથી અનેક ખતરનાક રોગો મટે છે. આ ગુફા ઓસ્ટ્રિયામાં આવેલ ગેસ્ટિનમાં છે. આ ગુફા અંગે એવું માનવામાં આવે છે કે, લોકો આ ગુફામાં સૂવાના ધ્યેયથી પહેલાં આવ્યા હતા પણ તેઓએ શોધી કાઢયું હતું કે, આ ગુફામાં મળી આવતા ગેસથી અનેકવિધ રોગો મટી જાય છે.

people come from far and wide to sleep in this cave after spending millions of rupees1 min - Trishul News Gujarati Breaking News

ખરેખર, આ ગુફામાં રેડન ગેસ જોવા મળે છે કે, જે આપણા શરીર માટે ખૂબ લાભદાયક સાબિત થાય છે. આ ગેસના સંપર્કમાં આવતાં જ કેટલીક ગંભીર બીમારીઓથી છૂટકારો મળી શકે છે. રેડન ગેસ એક કિરણોત્સર્ગી ગેસ છે કે, જે તેની ગુફાના હવામાનમાં સ્થિત કેટલાંક રોગો પર ઉડી અસર કરતો હોય છે.

people come from far and wide to sleep in this cave after spending millions of rupees min - Trishul News Gujarati Breaking News

અહીંના લોકોનું માનવું છે કે, આ ગુફામાંથી નીકળતો ગેસ સંધિવા તથા ત્વચા સંબંધિત રોગોને મટાડવામાં ખૂબ અસરકારક સાબિત થાય છે. આ ગુફામાં એવા લોકો માટે એક ટ્રેન સુવિધા છે કે, જે તેમને લાવવા તેમજ લઇ જવા માટેનું કાર્ય કરે છે. આની ઉપરાંત, દર્દીઓ માટે અહીં ડોકટરો પણ હાજર રહે છે કે, જેઓ દર્દીઓની મદદ કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle