સર્વેમાં થયો ચોંકાવનાર ખુલાસો: મોબાઈલ ઘુમડવામાં ભારત છે આટલામાં ક્રમ પર- જાણો જલ્દી… 

હાલનાં આધુનિક સમયમાં મોટાભાગના લોકો સ્માર્ટફોનનો ઉપયોગ કરતા થયા છે. સમય જતા-જતા લોકો મોબાઈલનો વધુ પડતો ઉપયોગ કરવા લાગ્યા છે. આજ અમે એક એવી જાણકારી…

હાલનાં આધુનિક સમયમાં મોટાભાગના લોકો સ્માર્ટફોનનો ઉપયોગ કરતા થયા છે. સમય જતા-જતા લોકો મોબાઈલનો વધુ પડતો ઉપયોગ કરવા લાગ્યા છે. આજ અમે એક એવી જાણકારી લઈને આવ્યા છીએ કે, જેને જાણીને આપને ખુબ આશ્વર્ય થશે. મોબાઈલ તથા ઈન્ટરનેટ હાલમાં લોકોનાં જીવનનું એક અગત્યનું અંગ બની ચુક્યું છે.

હાલમાં મોટાભાગના સ્માર્ટફોન તથા ઈન્ટરનેટના ચાહક છે તેમજ એ કંઈ ખોટું પણ નથી કારણ કે, તમામ કામ હાલમાં ઓનલાઈન થઈ રહ્યા છે. મોબાઈલ રિર્ચાર્જ હોય કે પછી પૈસા ટ્રાન્સફર હોટ, ટ્રાવેલિંગ માટે ટિકિટ બુક કરવી હોય અથવા તો ગેસ સિલિન્ડર બુક કરાવવાનો હોય તો પણ તમામ કામ આજે લોકો ઘરે બેઠા કરી શકે છે.

આ તમામ કામ સ્માર્ટફોન દ્વારા આસાનીથી કરી શકાય છે. આ સુવિધાને કારણે લોકોને સ્માર્ટફોન પર વધુ સમય પસાર કરી રહ્યા છે. હાલમાં જ એક રિપોર્ટ પ્રમાણે સૌથી વધુ મોબાઈલનો ઉપયોગ કરવામાં ભારતનાં લોકો સમગ્ર વિશ્વમાં ત્રીજા નંબર પર આવે છે.

એક રિપોર્ટ પ્રમાણે મોબાઈલનો ઉપયોગ કરવા બાબતે બ્રાઝિલના લોકો પહેલા નંબર પર આવે છે. બ્રાઝિલના લોકો દિવસભર દરમિયાન 5 કલાક 4 મિનિટ મોબાઈલનો ઉપયોગ કરે છે. જ્યારે બીજા નંબર ઉપર ઈન્ડોનેશિયાના લોકો આવે છે કે, જેઓ દરરોજના અંદાજે 5 કલાક 3 મિનિટ મોબાઈલમાં વ્યસ્ત રહે છે.

આ રિપોર્ટમાં ભારત ત્રીજા નંબર પર આવે છે. ભારતીય લોકો દરરોજ અંદાજે 4 કલાક 9 મિનિટ મોબાઈલનો ઉપયોગ કરે છે. આ રિપોર્ટમાં સમગ્ર વિશ્વનાં 10 દેશોને સામેલ કરવામાં આવ્યા છે. ભારત બાદ સૌથી વધુ મોબાઈલ ઉપયોગ કરવા મામલે ચોથા નંબર પર સાઉથ કોરિયા આવે છે.

જ્યાં લોકો દરરોજ 4 કલાક 8 મિનિટ મોબાઈલનો ઉપયોગ કરે છે. પાંચમાં નંબર ઉપર મેક્સિકો આવે છે કે, જે દરરોજ અંદાજે 4 કલાક 7 મિનિટ સુધી મોબાઈલનો ઉપયોગ કરે છે. તુર્કીના લોકો દરરોજ 4 કલાક 5 મિનિટ સુધી મોબાઈલનો ઉપયોગ કરી રહ્યા છે.

તુર્કી હાલમાં આ યાદીમાં છઠ્ઠા નંબર પર આવે છે જયારે જાપાન સાતમા કર્મ પર આવે છે. જાપાનના લોકો દરરોજ 4 કલાક 4 મિનિટ મોબાઈલનો ઉપયોગ કરે છે. કેનેડા આઠમાં ક્રમ પર આવે છે. કેનેડાના લોકો દરરોજ અંદાજે 4 કલાક 1 મિનિટ મોબાઈલનો ઉપયોગ કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *