બહારની ખાણી-પીણીના શોખીન લોકો ચેતીજજો: આ વિડીઓ જોઇને તમે બહારનું ખાવાનું જ મૂકી દેશો

Published on: 3:15 pm, Fri, 30 July 21

સોશિયલ મીડિયામાં અવારનવાર અનેક વિડીઓ વાયરલ થાય છે. કેટલાય વિડીઓ એવા હશે જેને જોઇને તમે ડરી જતા હશો તો અમુક વિડીઓ એવા હોય છે જે આપણું દિલ જીતી લે છે. ત્યારે અમુક વિડીઓ રમુજી હોય છે. જયારે અનેક વિડીઓ પ્રેરણાત્મક અથવા સૂચનાત્મક હોય છે. ત્યારે આવો જ એક વિડીઓ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જે વિડીઓ જોઇને તમે બહારનું ખાવાનું જ મૂકી દેશો.

હાલમાં સમગ્ર દેશ કોરોનાની મહામારી સામે લડી રહ્યો છે. ત્યારે કોરોનાને ધ્યાનમાં રાખીને સાફ સફાઈ રાખવાની સૂચનાઓ સરકાર જનતાને આપી રહી છે. જેને કારણે કોરોના સંક્રમણથી બચી શકાય. ત્યારે આવા સમયની અંદર આપણી પાસે કેટલીક માહિતી આવતી હોય છે. તે સામે વાળા વ્યક્તિ માટે તો ખરાબ હોય જ છે પરંતુ સાથે સાથે આપણા માટે પણ ખતરનાક સાબિત થઇ શકે છે. ત્યારે હાલમાં આવો જ એક વિડીઓ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. જેને જોઇને તમે પણ બોલી ઉઠશો કે આ લારીવાળા ભાઈ લોકોની જિંદગી સાથે રમત રમી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે, એક બહુ જૂની કહેવત છે ‘ સ્વચ્છતા ત્યાં પ્રભુતા… ‘ જેના પરથી કહી શકાય કે આપણી આજુબાજુમાં સ્વચ્છતા રાખવી જોઈએ. સ્વચ્છતાને કારણે બીમારી દુર ભાગે છે. ખાસ કરીને ખાવા-પીવાની વાત કરવામાં આવે તો ખાસ ધ્યાન રાખવું જોઈએ. આ વિડીઓમાં પણ એક શખ્સ વાસણો વહી રહેલા ગંદા પાણીમાં ધોઈ રહ્યો છે.

આ વાયરલ થઇ રહેલા વિડીઓને instagram પર jattwadi.style પર શેર કરવામાં આવ્યો છે. હાલમાં આ વિડીઓને બે લાખથી પણ વધુ લોકો જોઈ ચુક્યા છે અને જેમાં 4 હજારથી વધુ લાઈક આવી ચુકી છે અને લોકો પણ આ વિડીઓને જોઇને અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. હાલમાં આ વિડીઓ સોશિયલ મીડિયાના માધ્યમથી ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.