સ્ટેચ્યૂ ઓફ યુનિટી 6 કિમી દૂરથી દેખાશે, જુઓ નર્મદા વેલીનો અદભુત નજારો…

નર્મદા જિલ્લાનું કેવડિયા કોલોની વિશ્વની વિશાળ પ્રતિમા

અને ભારતની નવી ઓળખ બની રહેલી સરદારની પ્રતિમા અનેક રીતે રેકોર્ડ સ્થાપિત કરવા જઇ રહી છે. સરદારની પ્રતિમા બનાવવામાં જેટલા લોકોએ કામ કર્યુ છે, તેની સાથે તેમાં ઉપયોગમાં લેવામાં આવેલી ટેક્નોલોજી પણ ભારતમાં પહેલી વાર ઉપયોગમાં લેવામાં આવી હોવાનું માનવામાં આવ્યુ છે. 182 મીટર ઊંચી પ્રતિમા વિશ્વની વિશાળ સ્ટેચ્યૂ બની ગયું છે. આ વિશાળ કદની પ્રતિમા એટલી મોટી છે કે સરદારનું સ્ટેચ્યૂ 6 કીમી દૂરથી પણ લોકો જોઈ શકે છે.

વિશાળ સ્ટેચ્યૂ જોઇને દરેક વ્યક્તિ થશે આશ્ચર્યચકિત

સ્ટેચ્યૂ ઓફ યુનિટી સુધી પહોંચતા તમને તેની ભવ્યતાનો અનુભવ થવા લાગે છે. ઠેર ઠેર માત્ર સ્ટેચ્યૂ ઓફ યુનિટી અને તેના સાથે જોડાયેલી વાતો જ સમગ્ર જગ્યાએ છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટીના 6 કીમી દૂરથી સરદારની પ્રતિમા દેખાવા લાગે છે અને તેની નજીક પહોંચતા વિશ્વની સૌથી વિશાળ સ્ટેચ્યૂ જોઇને દરેક વ્યક્તિ અવાક રહી જાય છે.

આગામી 31 ઓક્ટોબરના રોજ સરદાર પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું અનાવરણ કરવાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. પીએમ મોદીના ડ્રીમ પ્રોજેક્ટ એવા સ્ટેચ્યૂ ઓફ યુનિટી પર દુબઈની બુર્જ ખલિફા ઈમારતની માફક ફિલ્મ દર્શાવવામાં આવશે. આમ સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં વધુ એક આકર્ષણ ઉમેરવામાં આવશે. આ માટે રાજ્ય સરકારે 70 કરોડ રૂપિયાનો કોન્ટ્રાક્ટ પણ આપી દીધો છે. જેમાં જર્મન ટેકનોલોજીથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી પર ફિલ્મ બતાવવામાં આવશે.

પ્રસંગો મુજબ ખાસ પ્રકારની થીમ પર બતાવશે ફિલ્મ

હાલ દુબઈની બુર્જ ખલિફામાં દરરોજ અલગ-અલગ પ્રોજેક્શન મેપિંગથી ફિલ્મ દર્શાવવામાં આવે છે. આ ઉપરાંત પ્રસંગોપાત વિવિધ ખાસ પ્રકારની થીમ ઉપર પણ ફિલ્મ દર્શાવવામાં આવે છે. આ જ રીતે સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે પણ ફિલ્મ બતાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે બુર્જ ખલિફા બિલ્ડીંગ પર મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતિ પ્રસંગે ફિલ્મ પ્રદર્શિત કરવામાં આવી હતી. આ પ્રકારે જ સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે પણ વિવિધ ફિલ્મ્સ પ્રદર્શિત કરવામાં આવશે.

Facebook Comments