સોશિયલ ડિસ્ટન્સ નેવે મૂકીને આ શહેરના લોકોએ દારૂ ખરીદવા માટે કરી પડાપડી- તસ્વીરો જોઇને આંખો પહોળી થઈ જશે

Published on: 1:57 pm, Sun, 16 May 21

સમગ્ર દેશમાં કોરોનાની બીજી લહેર વધુ ઘાતક બની છે. જેને લીધે કેટલાય કોરોનાગ્રસ્ત દર્દીઓને હોસ્પીટલમાં બેડ મેળવવા આમ તેમ દોડવું પડ્યું હતું અને ઓક્સિજનની અછતને કારણે ઘણા કોરોનાગ્રસ્ત દર્દીઓ તડપી તડપીને મરી રહ્યા હતા. જેને લીધે કેટલાય પરિવારજનોને પોતાના સ્વજ્જનોને ગુમાવવા પડ્યા હતા. ત્યારે વધી રહેલા કોરોનાના સંક્રમણને કરને પશ્વિમ બંગાળમાં લોકડાઉન લાદવામાં આવ્યું છે.

people of this city have gone to great lengths to buy alcohol by putting on social distance1 » Trishul News Gujarati Breaking News

કોરોનાના વધી રહેલા સંક્રમણને ધ્યાનમાં રાખીને પશ્વિમ બંગાળમાં લોકડાઉન લાદવામાં આવ્યું છે. પશ્વિમ બંગાળના મુખ્ય સચિવ અલપન બંદોપાધ્યાય દ્વારા લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. અલપન બંદોપાધ્યાયના જણાવ્યા અનુસાર બંગાળમાં 16 મેથી 30 મે સુધી લોકડાઉન યથાવત રહેશે. લોકડાઉન દરમિયાન ફક્ત જરૂરી સેવા જ શરુ રહેશે. જયારે ખાનગી ઓફિસ, સ્કૂલ-કોલેજ બધુ બંધ રહેશે અને ફળ-શાકભાજી અને રાશનની દુકાનો પણ સવારે 7 વાગ્યાથી 10 વાગ્યા સુધી ખુલ્લી રહેશે. જયારે ફક્ત જરૂરી સેવાઓમાં જ છૂટ મળશે. રાત્રીના 9 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી લોકોના બહાર નીકળી શકશે નહી.

people of this city have gone to great lengths to buy alcohol by putting on social distance2 » Trishul News Gujarati Breaking News

પશ્વિમ બંગાળમાં લોકડાઉન લાદવાની સુચના આપ્યા બાદ કોલકતામાં શનિવારના રોજ સાંજે દારૂ ખરીદવા માટે લોકોએ દારૂની દુકાન આગળ લાંબી કતાર લગાવી હતી. તસવીરોમાં તમે ચોખ્ખું જોઈ શકો છો કે કેવી રીતે લોકો દારૂ ખરીદવા માટે કોરોનાની ગાઈડલાઈન્સના ધજાગરા ઉડાડી રહ્યા છે અને સોશિયલ ડિસ્ટન્ટના નિયમો પણ નેવે મૂકી દીધા હતા

દારૂ લેવા માટે આવેલ લોકોને કારણે લાંબી કતાર જોવા મળી રહી હતી. જયારે ખુબ જ લોકો દારૂ લેવા માટે આવતા ઘણી ખરી દુકાનોમાં થોડા જ સમયમાં દારૂનો જથ્થો પૂર્ણ થઇ ગયો હતો. આ લાંબી કતારમાં મહિલાઓ પણ દારૂની ખરીદી કરતા જોવા મળી હતી.

people of this city have gone to great lengths to buy alcohol by putting on social distance3 » Trishul News Gujarati Breaking News

પશ્ચિમ બંગાળમાં કોરોનાની સ્થિતિ:
પશ્ચિમ બંગાળમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 1,31,948 છે. જ્યારે 9,69,228 લોકો કોરોનાને મ્હાત આપી છે. જ્યારે 13,137 લોકોના કોરોનાને લીધે મોત થયા છે.

ભારત દેશમાં કોરોનાની સ્થિતિ:
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા તાજા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના સંક્રમણના નવા 3,11,170 દર્દીઓ નોંધાયા છે. આ સાથે દેશમાં કોરોનાના કુલ કેસનો આંકડો  2,46,84,077 પર પહોંચી ગયો છે. જ્યારે 36,18,458 દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ છે. કોરોનાથી એક દિવસમાં 3,62,437 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે અને આ સાથે કુલ ડીસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 2,07,95,335 થઈ છે. એક દિવસમાં કોરોનાથી 4077 દર્દીઓના મૃત્યુ થયા છે. આ સાથે કુલ મૃત્યુઆંક 2,70,284 પર પહોંચી ગયો છે. જયારે રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં 18,22,20,164 લોકોને રસી અપાઈ ચુકી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.