શહેર છોડી ગામડે જનારા લોકો આ લેખ ખાસ વાંચે, મહાનગરો કરતા ગામડાઓમાં પાંચ ગણો વધી રહ્યો છે કોરોના

કોરોના વધતા ફરીએકવાર શહેરીલાલાઓ ગામડે જવાના સપના જોઈ રહ્યા છે, તેમને જણાવી દઈએ કે શહેર કરતા હાલ ગામડાઓમાં પરિસ્થિતિ કથળી છે. છેલ્લા કેટલાય દિવસોથી લોકો…

કોરોના વધતા ફરીએકવાર શહેરીલાલાઓ ગામડે જવાના સપના જોઈ રહ્યા છે, તેમને જણાવી દઈએ કે શહેર કરતા હાલ ગામડાઓમાં પરિસ્થિતિ કથળી છે. છેલ્લા કેટલાય દિવસોથી લોકો શહેર છોડી ગામડે જવા રવાના થઇ રહ્યા છે. ગયા વર્ષની જેમ પણ આ વર્ષે લોકો વિચારી રહ્યા છે કે, અહિયાં રહેશું તો મરશું, તેના કરતા સારું છે કે ગામડે જતા રહીએ. પંરતુ તમને જણાવી દઈએ કે આ વર્ષે કોરોનાએ મોટા ભાગના ગામડાઓને પોતાના ભરડામાં લીધા છે. ગુજરાતના મોટાભાગના ગામડાઓ માંથી ત્રણ ગણ કોરોનાના કેસો સામે આવી રહ્યા છે.

છેલ્લા 11 દિવસમાં શહેરોમાં 104 ટકાની સામે ગામડાંમાં 214 ટકાની ઝડપે કોરોનાના સંક્રમણનો ફેલાવો વધી રહ્યો છે. આ વર્ષે કોરોનાએ સૌથી પહેલા ગામડાઓને પોતાના શિકંજામાં લીધા છે. ગયા વર્ષે જે રીતે લોકો કોરોનાના ડરથી ગામડાઓમાં જઈને વસ્યા હતા, આ વર્ષે પણ આવું વિચારી ગામડે જનારાની સંખ્યામાં વધારો થયો છે. પરંતુ ત્યાં જનારા લોકો પણ કોરોના પોઝીટીવ આવી રહ્યા છે અને ત્યાના સ્વસ્થ લોકોને પણ કોરોનાનો ભેટો કરાવી રહ્યા છે. હાલ જો તમે પણ આવું વિચારતા હો તો ચેતી જજો! કારણ કે, શહેર કરતા ગામડાઓમાં 214 ટકાની તીવ્રતાથી કોરોનાના સંક્રમણનો ફેલાવો વધી રહ્યો છે.

હાલની પરિસ્થિતિ જોતા લાગી રહ્યું છે કે, ગયા વર્ષે તો કોરોનાએ શહેરોનો જ ભરડો લીધો હતો પરંતુ આ વર્ષે કોરોનાએ શહેરો પહેલા ગામડાઓનો વધારે ભરડો લીધો છે અને દિવસેને દિવસે પરિસ્થિતિ વધારે ગંભીર બની રહી છે. માત્ર એપ્રિલ મહિનાના 11 જ દિવસમાં શહેરો કરતા કોરોનાએ જિલ્લાઓનો વધારે ભરડો લીધો છે. મહાનગરોમાં 104 ટકા અને જિલ્લાઓમાં 214 ટકા કેસો નોંધાયા છે.

ઉત્તર ગુજરાતમાં પરિસ્થિતિ દિવસેને દિવસે ખરાબ થઇ રહી છે…
કોરોનાના મહામારીના આંકડા પણ ગંભીર બની રહ્યા છે, જેમાં એપ્રિલના 11 જ દિવસમાં રોજેરોજના કેસોમાં 174 ટકાનો વધારો રહ્યો છે. દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો 31 માર્ચના રોજ 162 કેસ હતા અને આજે વધીને 461 સુધી પહોચ્યા છે, મધ્ય ગુજરાતની વાત કરીએ તો 31 માર્ચે 167 કેસ હતા જે વધીને 429એ પહોચ્યા છે. સૌરાષ્ટ્ર અને કચ્છની વાત કરીએ તો 11 દિવસ પહેલા 167 કેસ હતા અને પછી વધીને 513 કેસ નોંધાઈ ચુક્યા છે. આ આંકડાઓ જોઈએ તો સાફ સાફ દેખાઈ રહ્યું છે કે, મહાનગરો કરતા ગામડાઓમાં કેસો ત્રણ ગણા વધી રહ્યા છે. એપ્રિલ મહિનાના આંકડા અનુસાર, 33 જેટલા જિલ્લાઓમાં 214 ટકા કેસોમાં વધારો થયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *