સુરતમાં ઝડપાયા અધધ આટલા બધા સ્પામાં ચાલતા કુટણખાના- મસાજના નામે ચાલતો હતો કાળોધંધો

સુરતમાં વેસુ કેનાલ રોડ સ્થિત જી.ડી. ગોએન્કા સ્કુલ નજીક ફૂટપાથ પરથી રડતી હાલતમાં મળી આવેલી કરજણની સગીરા રેહાના (નામ બદલ્યું છે) ની પુછપરછમાં વેસુ વિસ્તારમાં…

સુરતમાં વેસુ કેનાલ રોડ સ્થિત જી.ડી. ગોએન્કા સ્કુલ નજીક ફૂટપાથ પરથી રડતી હાલતમાં મળી આવેલી કરજણની સગીરા રેહાના (નામ બદલ્યું છે) ની પુછપરછમાં વેસુ વિસ્તારમાં મસાજ પાર્લરની આડમાં ચાલતા કૂટણખાનાનો ગેરકાનૂની ધંધાનો પર્દાફાશ થયો હતો. માત્ર 18 દિવસમાં 6 મસાજ પાર્લરમાં દુષ્કર્મનો ભોગ બનેલી રૂકશાનાએ પોલીસ સમક્ષ વર્ણવેલી આપવીતીમાં જણાવેલા વેસુના મની આર્કેડ શોપીંગ સેન્ટરમાં તમન્ના મસાજ પાર્લર, મોક્ષ ડે સ્પા, વીઆઇપી રોડ સ્થિત મારવેલા કોમ્પ્લેક્ષમાં એમ્બીઝ સ્પા, ન્યુ પુજા સ્પા, ઇન્ડિયન થાઇ સ્પા, રૂંગટા શોપીંગ સેન્ટરમાં દુકાન નં. 104 અને 307માં આવેલા મસાજ પાર્લરમાં દરોડા પાડી સંચાલક સહિત 12ની ધરપકડ કરી પુછપરછ હાથ ધરી છે.

ત્યાના સ્થાનિક એક દુકાનદારે જણાવ્યું કે, સ્પાનો સંચાલક ડબલ ભાડુ આપતો હોવાથી કેટલાક બિલ્ડરો જે દુકાનો વેચાણ થઈ ન હોય તે ભાડે આપી દેતા હોય છે, દુકાનનો માલિક પણ ડબલ ભાડુ આપે છે.

રેહાના મૂળ અનાવલની, ભટારમાં એકલી રહે છે
મૂળ અનાવલની રેહાના શેખના સુરતમાં લગ્ન થયેલા છે અને બે સંતાનો છે. પતિ રિક્ષા ચલાવે છે. ઝઘડાને કારણે મુસ્કાને પતિને છોડી અલગ રહેવા લાગી હતી. રેહાનાના બે સંતાનો માતાની સાથે અનાવલમાં રહે છે અને રેહાનાની માતા સીવણકામ કરે છે, રેહાના ભટાર આઝાદનગરમાં એકલી રહે છે. રેહાનાને એક બોયફ્રેન્ડ છે. જે પોલીસના નામે હપ્તો લેતો હોવાની વાત સામે આવી છે.

ધરપકડ કરાયેલા આરોપીઓના નામો
1. ફરીદા ઉર્ફે મુસ્કાન મોહંમદ દાઢી અહમદ શેખ (25,રહે. ભટાર, મૂળ.અનાવલ)-મુખ્ય સૂત્રધાર
2. શોભા ઉર્ફે સંગીતા સુશાંત ઘોષ(30,રહે. ડિંડોલી)- વેસુના મની આર્કેડ તમન્ના સ્પાની માલિક
3. કુન્દા આનંદ પાંડુરંગ અખાડે(25)(રહે,અલથાણ)- વેસુ કેનાલ રોડ મની આર્કેડ મોક્ષ ડે સ્પાની માલિક

4.રામાનુજ દદડી જયસ્વાલ(37)(રહે,ભેસ્તાન આવાસ)-વેસુ વીઆઈપી રોડ રૂંગટા શોપિંગ સેન્ટરમાં જીમી સ્પાના માલિક. 5.ભરત મગનલાલ પાઉ (48, રહે,ઉધના)- વેસુ રૂંગટા શોપિંગ સેન્ટરમાં જીમી સ્પાના મેનેજર.
6. હર્ષદા નંદકિશોર રાઉત (રહે.બમરોલીગામ)- વેસુ રૂંગટા શોપિંગ સેન્ટરમાં સખી સ્પાના માલિક

7.રોશન સુજીત ઉર્ફે પપ્પુ સિંહ(18,રહે,ભેસ્તાન આવાસ, પાંડેસરા)- વેસુ રૂંગટા શોપિંગ સેન્ટરમાં ન્યુ મોડલ સ્પાના મેનેજર. 8.અનુજ બજરંગી યાદવ(35)(રહે, પરવટ પાટિયા)- વેસુ રૂંગટા શોપિંગ સેન્ટરમાં તીયા સ્પાના મેનેજર.
9.મમીના આજીઝુલ મંડલ(28)(રહે,પાંડેસરા)- વેસુ રૂંગટા શોપિંગમાં સ્વીટ રોયલ સ્પા માલિક

10.રાજેન્દ્ર ફુલચંદ્ર કનોજીયા(41)(રહે, લિંબાયત)- વેસુ વીઆઈપી રોડ મારવેલા કોરિડોરમાં આર.કે. સ્પાના માલિક.
11. અમિત રવિન્દ્રસીંગ (રહે,જલારામ નગર,ડિંડોલી)- વેસુ વીઆઈપી રોડ મારવેલા કોરિડોરમાં ન્યુ પૂજા સ્પાના માલિક.
12. રામલખન રમેશસીંગ(28)(રહે,ગણેશનગર હાઉસીંગ,પાંડેસરા)- વેસુ વીઆઈપી રોડ મારવેલા કોરિડોરમાં ન્યુ પૂજા સ્પાનો મેનેજર.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *