અચાનક સોસીયલ મીડિયામાં વાયરલ થવા લાગ્યું કે, ‘હવે વેક્સિન લીધાના બે જ દિવસમાં થશે વ્યક્તિનું મોત’ -જાણો શું છે સચ્ચાઈ?

Published on: 5:50 pm, Wed, 26 May 21

અવાર નવાર સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા ફેક ન્યુઝ ફેલાવવામાં આવે છે. જેનું ફેક્ટ ચેક પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો (PIB) કરે છે. ત્યારે હાલમાં જ સોશિયલ મીડિયા પર વાયરલ તસવીરમાં કોરોના વેક્સિન વિશે એક દાવો કરવામાં આવી રહ્યો છે. જે વાયરલ તસવીરનું પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોએ (PIB)એ આ દાવાને ખોટો ઠેરવ્યો છે. આ વાયરલ થઇ રહેલી તસ્વીરમાં ફ્રાન્સના નોબલ પુરસ્કાર વિજેતા લુક મોંટેગ્નિયરનો હવાલો આપતા દાવો કરવામાં આવી રહ્યો છે કે, જે વ્યકરી વેક્સીન લેશે તે વ્યક્તિની બચવાની કોઈ સંભાવના જ નથી.

પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો (PIB) એ અફવા ગણાવી:
ભારત સરકારના પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો (PIB)એ દાવાનું ખંડન કર્યું છે. સરકારે જણાવતા કહ્યું છે કે, કોરોનાની વેક્સીન સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. સરકારે લોકોને વિનંતી કરતા કહ્યું છે કે, આવા કોઈ તથ્ય વગરના ખોટી અફવા ફેલાવી રહેલી તસ્વીરને શેર કરતા બચો.

વેક્સીનને કારણે મૃત્યુ થશે તે દાવો સદંતર ખોટો:
ફ્રાન્સના નોબલ પુરસ્કારના વિજેતા એવા લુક મોંટેગ્નિયરને હવાલો આપતા એક ફેક ઈમેઈલમાં જાણવામાં આવ્યું છે કે, કોરોનાની વેક્સીન લેનાર લોકોનું મૃત્યુ ચોક્કસ થશે. જો કે આ સોશિયલ મીડિયામાં વહેતી તસ્વીર સંપૂર્ણ પણે ભ્રામક અને ખોટી છે.

ભારતમાં કોરોનાને લીધે થયેલા અત્યાર સુધીના મોત:
ભારત દેશમાં કોરોનાને લીધે સંક્રમિત વ્યક્તિઓની કુલ સંખ્યા 2 કરોડથી વધારે થઇ ચુકી છે. જયારે અત્યાર સુધીમાં કુલ 3 લાખ 6 હજારથી પણ વધારે લોકોના મૃત્યુ થઇ ચુક્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.