Zomatoમાંથી આવેલા મુસ્લિમ ડીલીવરી બોયના હાથે ફૂડ નહી લેવા વાળો મોદીપ્રેમી મંગાવીને ખાય છે નોનવેજ

મધ્યપ્રદેશના જબલપુરમાં ઓનલાઇન ખાવાનું ઉપલબ્ધ કરાવનાર ઝોમેટો દ્વારા એક હિન્દુ ન હોય તેવા વ્યક્તિને ડીલીવરી આપવા મોકલતા વ્યક્તિએ ઓર્ડર નો સ્વીકાર ન કર્યો. આ વ્યક્તિનું…

મધ્યપ્રદેશના જબલપુરમાં ઓનલાઇન ખાવાનું ઉપલબ્ધ કરાવનાર ઝોમેટો દ્વારા એક હિન્દુ ન હોય તેવા વ્યક્તિને ડીલીવરી આપવા મોકલતા વ્યક્તિએ ઓર્ડર નો સ્વીકાર ન કર્યો. આ વ્યક્તિનું નામ અમિત શુક્લા છે અને આવું કરવાથી તેને પોલીસ દ્વારા નોટીસ મોકલવામાં આવી છે. સાથે જ તેનો રેકોર્ડ તપાસતા તો ચોંકાવનારી વાતો સામે આવી છે. તેણે પ્રથમ માંસાહારી ખોરાક મંગાવ્યો હતો અને ડિલિવરી બોય પણ હિંદુ ન હતો. અમિત શુક્લાએ જબલપુરમાં જોમેટો નો ઓર્ડર આપ્યો હતો. જ્યારે શુક્લા જોયું કે ખાવાનું પહોંચી ગયું છે અને ડિલિવરી બોય હિન્દુ નથી તો તેણે જોમેટો ને બીજો ડીલીવરી બોય મોકલવા કહ્યું. શુક્લાએ શ્રાવણ મહિનામાં હિન્દુ ન હોય તો વ્યક્તિ પાસેથી ખોરાક લેવાની મનાઈ કરી. આ વાત પર શુક્લા એ ટ્વિટર પર ટ્વિટ પર કર્યું અને માહોલ ગરમાઇ ગયો.

જબલપુરના પોલીસ અધ્યક્ષ અમિત સિન્હાએ કહ્યું કે,” અમે એક નોટિસ જાહેર કરી છે જે અમિત શુક્લા ને મોકલવામાં આવી છે. તેમને ચેતવવામાં આવશે કે જો ભવિષ્યમાં આવી કોઈ ઘટના બનશે તો, તેમના વિરુદ્ધ કડક પગલાં લેવાશે. તેમના પર નજર રાખવામાં આવશે.” પોલીસે કહ્યું કે ઝોમેટો ઓર્ડર તપાસવામાં આવી રહ્યો છે. તેમાં જાણવા મળ્યું કે અમિત શુક્લાને પહેલા ઝોમેટો પાસેથી હૈદરાબાદી બિરયાની કે જે માસાહારી હોય છે તે મંગાવી હતી. અને ડિલિવરી બોય પણ હિન્દુ ન હતો. અમિત શુક્લે જે કર્યું તે ભારતના બંધારણીય મૂલ્યોની વિરુદ્ધ છે. તેમને પાબંધ કરવા માટે અને વિભાગીય અધિકાર ના ન્યાયાલયમાં મામલો દાખલ કરવામાં આવ્યો છે.

તમને જણાવી દઇએ કે શુક્લ મંગળવારે રાત્રે ટ્વિટ કર્યું કે,” મેં હમણાં જ ઝોમેટો ઓર્ડર કેન્સલ કર્યો છે. તેમણે એક હિન્દુ ન હોય તેવા વ્યક્તિ પાસે ડીલીવરી કરાવી હતી અને કહ્યું કે આને બદલી શકાશે નહીં અને ઓર્ડર પણ કેન્સલ નહીં થાય તેમજ પૈસા પણ પાછા નહીં મળે. મેં કહ્યું કે મને ખાવાનું લેવા માટે બાધ્ય નહીં કરી શકો. મારે પૈસા પાછા નથી જોતા, બસ ઓર્ડર કેન્સલ કરો.” અમિતે ઝોમેટો ના કસ્ટમર કેર સાથે થયેલી વાતચીત નો સ્ક્રીનશોટ પણ જાહેર કર્યો હતો અને કહ્યું કે તેઓ વકીલ પાસે આ વાત લઈ જશે. આ ટ્વીટને જવાબમાં તેમણે કહ્યું કે ખોરાકનો કોઈ ધર્મ હોતો નથી, ખોરાક પોતે જ ધર્મ છે. સંસ્થાપક દીપિન્દર ગોયલ એ ટ્વીટ કર્યું કે,” અમે ભારત પર ગર્વ કરીએ છીએ અને અમારા સન્માન્નીય ગ્રાહકો તેમજ ભાગીદારોને વિવિધતા પર પણ ગર્વ કરીએ છીએ. અમને અમારા મૂલ્યોના રસ્તા પર અડચણરૂપ બનનાર કોઈપણ ગ્રાહકને ખોવાનો ખેદ નથી.”

ઉલ્લ્ખનીય છે કે અમિત ને પોતાનું ટ્વીટર પર લોકોએ ખુબ ટ્રોલ કર્યો હતો જેથી તેણે તેનું નામ બદલી નાખવું પડ્યું હતું અને એકાઉન્ટ પ્રાઈવેટ કરી દેવું પડ્યું હતું. અમિત શુક્લા ટ્વીટર મહિલાઓ માટે અભદ્ર ભાષાઓમાં ટ્વીટ કરતો રહ્યો છે તેના સ્ક્રીનશોટ પણ વાઈરલ થઇ રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *