પેટ્રોલની કિંમત 10 રૂપિયા ઘટી શકે છે! જાણો શું છે સરકારની નવી યોજના

નીતિ આયોગની દેખરેખમાં સરકાર દેશભરમાં 12 ટકા મીથેનોલ ભેળવેલ પેટ્રોલ લાવવાની તૈયારી કરી રહી છે. આ માટે ટ્રાઈલ પણ શરૂ થઈ ગયું છે. આ સમગ્ર…

નીતિ આયોગની દેખરેખમાં સરકાર દેશભરમાં 12 ટકા મીથેનોલ ભેળવેલ પેટ્રોલ લાવવાની તૈયારી કરી રહી છે. આ માટે ટ્રાઈલ પણ શરૂ થઈ ગયું છે. આ સમગ્ર કવાયદથી પેટ્રોલની કિંમત 10 રૂપિયા સુધી ઘટી શકે છે.

મીથેનોલ કોલસામાંથી બને છે. હાલમાં પેટ્રોલ ડીઝલમાં ઈથોનોલ ભેળવવામાં આવે છે. તે શેરડીમાંથી બનાવવામાં આવે છે. જેનો ખર્ચ પ્રતિ લિટર 42 રૂપિયા આવે છે. જ્યારે મીથેનોલનો ખર્ચ 20 રૂપિયા પ્રતિ લિટર આવે છે.

પુનામાં મારૂતિ અને હુંડાઈની ગાડીઓ પર ટ્રેયલ કરવામાં આવી રહ્યું છે. 2-3 મહિનામાં ટ્રાયલ રનનું પરિણામ આવી જશે. મીથેનોલના ઉપયોગથી પ્રદૂષણ પણ ઘટી શકશે.

મીથેનોલ માટે ઘરેલુ ઉત્પાદન વધારવા અને પોર્ટ પર સરકારનું ફોકસ છે. આરસીએફ (રાષ્ટ્રીય કેમિકલ એન્ટ ફર્ટીલાઈઝર્સ) જીએનએપસી (ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઈઝર્સ કોર્પોરેશન) અને આસામ પેટ્રોકેમિકલ્સ જેવી કંપનીઓની ક્ષમતા વિસ્તારની તૈયારી કરી ચુકી છે.

મીથેનોલની આયાત કરવા માટે નીતિ આયોગે હરાજીના ભાવ મંગાવ્યા છે. ભાવ આવ્યા બાદ ઈમ્પોર્ટ પ્રાઈઝ નક્કી કરવામાં આવશે. ચીન, મેક્સિકો અને મિડલ ઈસ્ટથી મીથેનોલનું ઈમ્પોર્ટ કરવામાં આવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *