ફરીએક વખત પેટ્રોલ-ડિઝલના ભાવમાં થયો વધારો- જાણો આજના નવા ભાવ

Published on: 1:19 pm, Thu, 17 June 21

કોરોનાની મહામારી વચ્ચે ભારત દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. થોડા દિવસથી હલચલ જોવા મળી ન હતી પણ આજે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. અનલોક થતાની સાથે જ પેટ્રોલ અને ડીઝલની માંગ પણ વધી છે. તેલની વધતી માંગ વચ્ચે ગુરુવારે ઓઇલના ભાવ સ્થિર રહ્યા હતા.

17 જૂનના રોજ સરકારી તેલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કર્યો ન હતો, જેના કારણે દિલ્હીના બજારમાં પેટ્રોલનો દર પ્રતિ લિટર 96.66 રૂપિયા છે અને ડીઝલનો ભાવ આજે પણ લિટર દીઠ 87.41 રૂપિયા છે. બુધવારે પેટ્રોલ 29 પૈસા અને ડીઝલ 30 પૈસા મોંઘુ થયું છે.

રાજ્યમાં આજે પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર 24 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે.અને ડિઝલના ભાવમાં પ્રતિ લીટર 14 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. આ પેટ્રોલ અને ડીઝલનો ભાવ વધતા અમદાવાદ, વડોદરા, સુરત, ભાવનગર અને જામનગર ના લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.

મંગળવારની તુલનામાં બુધવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. બુધવારે દિલ્હીમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટર 96.66 રૂપિયા અને ડીઝલની કિંમત પ્રતિ લિટર 87.41 રૂપિયા હતી. અગાઉ, સોમવારે દર વધાર્યા પછી, પેટ્રોલ-ડીઝલના ભાવ મંગળવારે સ્થિર રહ્યા હતા. સોમવારે પેટ્રોલની કિંમતમાં 29 પૈસા અને ડીઝલમાં 30 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે.

સતત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારા થતા ગરીબ વર્ગના લોકોમાં ખૂબ જ મોટો ફટકો પડ્યો છે.તેથી તે લોકો વધારે વાહનોનો ઉપયોગ કરતા નથી. ગરીબ વર્ગના લોકોનું કહેવું છે કે, આજથી પાંચ વર્ષ પહેલા પેટ્રોલ નો ભાવ ૬૦ રૃપિયા અને ડીઝલનો ભાવ ૫૦ રૂપિયા હતો.

દિલ્હી- પેટ્રોલ 96.66 રૂપિયા અને ડીઝલ 87.41 રૂપિયા પ્રતિ લિટર
મુંબઇ- પેટ્રોલ 102.82 રૂપિયા અને ડીઝલ રૂ .9.84 પર પ્રતિ લિટર
ચેન્નઈ- પેટ્રોલની કિંમત 97.91 રૂપિયા અને ડીઝલની કિંમત 94.04 પ્રતિ લિટર

કોલકાતા- પેટ્રોલ 96.58 રૂપિયા અને ડીઝલ 90.25 રૂપિયા પ્રતિ લિટર
બેંગલુરુ- પેટ્રોલની કિંમત 99.89 રૂપિયા જ્યારે ડીઝલની કિંમત 92.66 રૂપિયા પ્રતિ લિટર
ભોપાલ- પેટ્રોલ 104.85 રૂપિયા હતું જ્યારે ડીઝલની કિંમત 96.05 રૂપિયા પ્રતિ લિટર

દરરોજ સવારે 6 વાગે બદલાય છે પેટ્રોલ અને ડીઝલના ભાવ:
દરરોજ સવારે છ વાગે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. સવારે છ વાગ્યાથી નવા ભાવ લાગૂ થાય છે. પેટ્રોલ તથા ડીઝલના ભાવમાં એક્સાઇઝ ડ્યૂટી ડીલર કમીશન અને અન્ય વસ્તુઓ ઉમેર્યા બાદ તેનો ભાવ લગભગ બમણો થઇ જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.