રવિવારના દિવસે પણ રજા નહિ! સતત પાંચમાં દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં થયો વધારો- જાણો આજના નવા ભાવ

Published on Trishul News at 10:37 AM, Sun, 24 October 2021

Last modified on January 27th, 2022 at 12:39 PM

પેટ્રોલ અને ડીઝલ(Petrol-diesel)ના ભાવ વધારો અટકી રહ્યો નથી . ઓઈલ કંપનીઓએ રવિવારે એટલે કે આજે ફરી એક વખત ઈંધણના ભાવમાં વધારો(Rise in fuel prices) કરવામાં આવ્યો છે. દિલ્હીમાં આજે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 35-35 પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો. આ સતત પાંચમો દિવસ છે જ્યારે ઈંધણના ભાવમાં વધારો થયો છે. નવીનતમ વધારા બાદ, રાજધાની દિલ્હીમાં પેટ્રોલ 107.59 રૂપિયા પ્રતિ લીટર મોંઘુ થયું છે જ્યારે ડીઝલ 96.32 રૂપિયા પ્રતિ લીટરની સર્વોચ્ચ ઉંચી સપાટીએ છે. તે જ સમયે, મુંબઈમાં એક લિટર પેટ્રોલની કિંમત વધીને 113.46 રૂપિયા થઈ ગઈ છે જ્યારે ડીઝલ 104.38 રૂપિયા પ્રતિ લિટર વેચાઈ રહ્યું છે.

દિલ્હીમાં પેટ્રોલ 107.59 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 96.32 રૂપિયા પ્રતિ લીટર છે. જ્યારે મુંબઈમાં આજે પેટ્રોલ 113.46 રૂપિયા અને ડીઝલ 104.38 રૂપિયા પ્રતિ લીટર છે. કોલકાતામાં આજે પેટ્રોલ 108.11 રૂપિયા અને ડીઝલ 99.43 રૂપિયા પ્રતિ લીટર છે. ચેન્નઈમાં આજે પેટ્રોલ 104.52 રૂપિયા અને ડીઝલ 100.59 રૂપિયા પ્રતિ લીટર છે. બેંગલુરુમાં આજે પેટ્રોલ 111.34 રૂપિયા અને ડીઝલ 100.23 રૂપિયા પ્રતિ લીટર છે. લખનૌમાં આજે પેટ્રોલ 104.54 રૂપિયા અને ડીઝલ 96.78 રૂપિયા પ્રતિ લીટર છે. પટનામાં આજે પેટ્રોલ 111.24 રૂપિયા અને ડીઝલ 102.93 રૂપિયા પ્રતિ લિટર છે.

જયપુરમાં આજે પેટ્રોલ 114.84 રૂપિયા અને ડીઝલ 106.09 રૂપિયા પ્રતિ લિટર છે. ગુરુગ્રામમાં આજે પેટ્રોલ 105.17 રૂપિયા અને ડીઝલ 97.07 રૂપિયા પ્રતિ લિટર છે. હૈદરાબાદમાં આજે પેટ્રોલ 111.91 રૂપિયા અને ડીઝલ 105.08 રૂપિયા પ્રતિ લીટર છે. રાંચીમાં આજે પેટ્રોલ 101.89 રૂપિયા અને ડીઝલ 101.63 રૂપિયા પ્રતિ લીટર છે. દેહરાદૂનમાં આજે પેટ્રોલ રૂ. 103.60 અને ડીઝલ રૂ. 97.19 પ્રતિ લીટર છે અને શિમલામાં આજે પેટ્રોલ 104.89 અને ડીઝલ 95.44 રૂપિયા પ્રતિ લીટરના સ્તરે છે.

અહી ઉલ્લેખનીય છે કે, દરરોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. સવારે 6 વાગ્યે નવી કિંમતો લાગુ થઇ જાય છે. પેટ્રોલ તથા ડીઝલની કિંમતમાં ડીલર કમિશન, એક્સાઈઝ ડ્યૂટી અને અન્ય વસ્તુઓ જોડ્યા બાદ તેમના ભાવ બમણા થઈ જાય છે. આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રુડ ઓઈલનો ભાવ શું છે તેને આધારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. જેના માપદંડોને આધારે પેટ્રોલના ભાવ અને ડીઝલના ભાવ નક્કી કરવાનું કામ તેલ કંપનીઓ કરે છે.

પેટ્રોલ-ડિઝલનો ભાવ તમે SMS દ્વારા પણ જાણી શકો છો. ઇંડિયન ઓઇલની વેબસાઇટ અનુસાર તમારે RSP અને તમારા શહેરનો કોડ લખીને 9224992249 નંબર મોકલવાનો રહેશે. જયારે બીપીસીએલ ગ્રાહકો RSP લખીને 9223112222 પર મેસેજ મોકલવાનો રહેશે અને એચપીસીએલ ગ્રાહકો HPPrice લખીને 9222201122 પર મેસેજ કરીને પેટ્રોલ-ડિઝલનો ભાવ જાણી શકશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Be the first to comment on "રવિવારના દિવસે પણ રજા નહિ! સતત પાંચમાં દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં થયો વધારો- જાણો આજના નવા ભાવ"

Leave a comment

Your email address will not be published.


*