મીનીટોમાં જ ગાયબ થઇ જશે કબજિયાતની સમસ્યા- અપનાવો આ ઘરેલું નુસ્ખો

Published on: 5:39 pm, Tue, 23 November 21

આજકાલ લોકોમાં કબજિયાતની સમસ્યા ખૂબ જ સામાન્ય સમસ્યા બની રહી છે અને લગભગ દરેક ઉંમરના લોકોને આ સમસ્યા ક્યારેક ને ક્યારે તો પરેશાન કરતી જ હોય છે. ઘણા લોકોને દરરોજ કબજિયાતની સમસ્યાથી પરેશાન રહેવું પડતું હોય છે આવી પરિસ્થિતિ તેમને અસ્વસ્થ રાખે છે અને અમુક સમયે તેમની દિનચર્યા અને કાર્યક્ષમતાને પણ અસર કરે છે.

કેટલાક ઘરેલું ઉપચાર પણ કબજિયાત જેવી સમસ્યાને દૂર કરવામાં ખૂબ જ અસરકારક પરિણામ આપતી હોય છે. તે આજે આપણે જોઈએ કબજિયાતથી બચવા માટેના ઉપચારો. દરરોજ રાત્રે લગભગ 8-10 ગ્રામ સૂકી દ્રાક્ષને પાણીમાં પલાળી રાખો. સવારે તેના બીજ કાઢી લો અને ત્યાર પછી તેને દૂધમાં ઉકાળો. આ દૂધ અને કિસમિસનું સેવન કરો, આ નુસ્કાને અનુશરવાથી તમને રાહત મળતાં વાર નહીં લાગે.

કબજિયાત જેવી સમસ્યાના નિવારણ માટે સૌથી સરળ ઉપાય ગરમ પાણી પીવું છે. યાદ રાખો કે પાણી એટલું ગરમ ​​હોવું જોઈએ કે તમે તેને ચાની જેમ ચૂસકીને પી શકો. તે ઉપરાંત તમારે દરરોજ સવારે ખાલી પેટે ઓછામાં ઓછા 2 ગ્લાસ ગરમ પાણી પીવું જોઈએ. આખા દિવસ દરમિયાન વધારે નહિ તો ઓછામાં ઓછુ એક ગ્લાસ ગરમ પાણી પીવાનો પ્રયાસ કરવો જોઈએ. આ કરવાથી તમને થોડા જ દિવસ માં અસર દેખાશે.

તમારા આંતરડાને સ્વસ્થ રાખવા ઉપરાંત પ્રોબાયોટીક્સનું સેવન કબજિયાતને દૂર કરવામાં પણ ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે. પ્રાકૃતિક પ્રોબાયોટીક્સ આપતું દહીંનું સેવન ખૂબ જ ફાયદાકારક ગણવામાં આવે છે. તે પેટની ઘણી સમસ્યાઓને પણ દૂર કરવાનું કામ કરે છે. રાત્રી દરમિયાન એક ગ્લાસ ગરમ દૂધમાં 2 ચમચી દેશી ઘી ઉમેરીને પીવાથી પણ તમારા શરીરને ઘણા બધા ફાયદાઓ મળે છે તે ઉપરાંત તે તમારા પાચનને પણ વેગ આપે છે.

વરિયાળીના બીજ તમારા પાચન તંત્રમાં ગેસ્ટ્રિક એન્ઝાઇમ વધારવાનું કામ કરે છે. તમારા રોજીંદા જીવનમાં દરરોજ અડધી ચમચી વરિયાળી પાવડર એક ગ્લાસ ગરમ પાણી સાથે લેવાથી તેમારું પાચનતંત્ર સારું બને છે. આ ગરમ પાણી કબજિયાત દૂર કરવા ઉપરાંત તે પેટની અન્ય ઘણી સમસ્યાઓને પણ દૂર કરવાનું કામ કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.