જાણો એવું તો શું કારણ છે કે, બોલીવુડની આ અભિનેત્રીઓ સલમાન ખાન સાથે કામ કરવા તૈયાર જ નથી

મોટા ભાગની હિરોઇનો સલમાન ખાન સાથે કામ કરવા માટે ખૂબ જ ઉત્સુક હોય છે. 50 થી વધુ ઉંમરના અભિનેતા સાથે કામ કરવા માટે અભિનેત્રીઓ તડપતી…

મોટા ભાગની હિરોઇનો સલમાન ખાન સાથે કામ કરવા માટે ખૂબ જ ઉત્સુક હોય છે. 50 થી વધુ ઉંમરના અભિનેતા સાથે કામ કરવા માટે અભિનેત્રીઓ તડપતી હોય છે. પરંતુ બોલીવૂડમાં એવી પણ અભિનેત્રીઓ છે જેમણે સલમાન ખાન સાથે કામ કરવા તૈયાર ન હતી.

સલમાન ખાન સાથે કામ ન કરનાર અભિનેત્રીઓની યાદીમાં પહેલું નામ દીપિકા પદુકોણનું છે. સલમાન સાથે દીપિકાએ એક બે વખત નહીં પરંતુ છ ફિલ્મોની ઓફર નકારી છે. દીપિકાને જય હો, બજરંગી ભાઇજાન, પ્રેમ રતન ધન પાયો જેવી ફિલ્મોની ઓફર આવી હતી. દીપિકા સલમાન સાથેની ફિલ્મો રિજેક્ટ કરી છે. તે જાણીને સલમાન પણ તેનાથી નારાજ થયો હતો.

એક સમયે સલમાન ખાનના પ્રેમમાં ડૂબેલી ઐશ્વર્યા સલમાનથી બ્રેકઅપ થયા પછી સલમાન ખાન સાથે જોવા મળી નથી. સલમાન સાથે કામ ન કરવાનો નિર્ણય ઐશ્વર્યાએ લીધો હતો. છેલ્લે આ જોડી ‘દિલ દે ચુકે સનમ’માં જોવા મળી હતી.

સલમાન ખાન સાથે અમીષા પટેલે ફિલ્મ ‘યે હે જલવા’માં કામ કર્યું હતું. જોકે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ ગઈ હતી. ત્યારબાદ અમીષાને જયારે પણ સલમાન સાથે કામ કરવાની ઓફર મળી હતી ત્યારે તેણે એ ઓફરને ઠુકરાવી દીધી છે.

સલમાન ખાન સાથે ફિલ્મ સાથ સાથ હૈમાં સોનાલી બેન્દ્રેની જોડીને ખુબ પસંદ કરવામાં આવી હતી. સલમાન ખાન શૂટિંગ દરમિયાન કાળા હરણના શિકારના કેસમાં ફસાઇ ગયો હતો. આ પછી સલમાન અને સોનાલીએ કદી સાથે કામ કર્યું નહીં. આ જોડીને સાથે લાવવા માટે ઘણા પ્રોડ્યુસરે પ્રયાસ કર્યો હતો પરંતુ કઈ મેળ પડ્યો ન હતો.

અમ્રિતા રાવ પણ સલમાન ખાન સાથે કામ કરવાનો ઇનકાર કર્યો છે. તેમણે ‘પ્રેમ રતન ધન પાયો’ની ઓફર મળી હતી. અમૃતાને સલમાનની બહેનનો રોલ કરવા માટે ઓફર મળી હતો. જ્યારે અમૃતાને સોનમ કપૂરને આપેલ રોલ કરવાની ઇચ્છા હોવાથી તેણે આ ફિલ્મની ઓફર નકારી હતી. આ પછી આ રોલ સ્વરા ભાસ્કરને આપવામાં આવ્યો હતો.

સલમાન ખાન અને જુહી ચાવલાને ઘણા પ્રોડ્યુસરે એ આ જોડીને સાથે લાવવાના પ્રયાસ કર્યા હતા. પરંતુ તેઓ નિષ્ફળ ગયા હતા. એ સમયે સલમાન ખાન બોલીવૂડમાં પોતાનું સ્થાન જમાવા માટે સંઘર્ષ કરી રહ્યો હોવાથી જુહીએ સલમાન સાથે કામ કરવાનો ઇનકાર કર્યો હતો.

બોલીવૂડની ક્વીન મનાતી કંગના રનૌત ફિલ્મોની પસંદગીને ગંભીરતાથી લે છે. સમજી વિચારીને તે ફિલ્મ સાઇન કરે છે. સલમાન ખાન સાથે તેણે ફિલ્મ સુલતાનમાં કામ કરવાની ના પડી હતી. આ જોડી અત્યાર સુધીમાં રૂપેરા પડદે જોવા મળી નથી.

સલમાન ખાન અને ટ્વિન્કલ ખન્ના છેલ્લે ફિલ્મ જબ પ્યાર કિસિસે હોતા હૈમાં સાથે જોવા મળ્યા હતા. આ પછી સલમાન અને ટ્વિન્કલની જોડી ફરી ક્યારેય રૂપેરી પડદે જોવા મળી નથી.

ઊર્મિલા માંતોડકર અને સલમાન ખાનની જાનમ સમઝા કરો ફિલ્મમાં જોવા મળ્યા હતા. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ ગઈ હતી. આ પછી આ જોડી રૂપેરી પડદે સાથે જોવા મળ્યા નહોતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *