ભારત પાકિસ્તાનની બે છોકરીઓને થયો એકબીજા સાથે પ્રેમ, જુઓ ફોટાઓ

India, Pakistan's two girls fell in love with each other, see photos

પ્રેમનો કોઈ ધર્મ નથી હોતો. પ્રેમ આંધળો છે તે ગમે ત્યારે કોઈની પણ સાથે થઈ શકે છે. સોશિયલ મીડિયા પર વાયરલ રોમાંસથી ડૂબેલી બે છોકરીઓના ફોટાઓ ઘણી બધી વાતો કરી રહી છે. ઇન્ટરનેટ પર વાયરલ આ યુવતીઓ એક હિન્દુસ્તાનની છે, જ્યારે બીજી છોકરી પાકિસ્તાનની છે.

સંદન મલિક અને અંજલિ ચક્ર એક બીજાના સારા મિત્રો છે અને એક બીજાને પસંદ કરે છે. સંદન વ્યવસાયે એક કલાકાર છે અને તે પાકિસ્તાનના મુસ્લિમ કુટુંબની છે. જ્યારે અંજલિ ચક્ર ભારતની રહેવાસી છે. બંનેએ તાજેતરમાં એક ફોટોશૂટ કરાવ્યું છે.

આ બંનેના સુંદર ફોટાઓ સરોવર નામના ફોટોગ્રાફરે ક્લિક કરી છે. આ તસવીરો ચાર ચાર સેટમાં વાયરલ કરવામાં આવી રહી છે. પ્રથમ સેટમાં સંદસ અને અંજલિને પારદર્શક છત્રી હેઠળ બતાવવામાં આવ્યા છે. આ ફોટામાં બંનેના પ્રેમને જોઇ શકાય છે.

સરોવરે આ બંને યુવતીઓની આ સુંદર તસવીર શેર કરતા ટ્વિટર પર લખ્યું છે કે અ ન્યૂ યોર્ક લવ સ્ટોરી. આ ફોટોમાં બંને યુવતીઓ ખૂબ જ સુંદર લાગી રહી છે અને બંને ખૂબ જ મસ્તીમાં જોવા મળી રહી છે.

સંદસે ફોટોગ્રાફનો બીજો સેટ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. તેણે ફોટો સાથે લખ્યું, હું જુદી જુદી રીતે પ્રેમને જોતા મોટી થઈ છું. કેટલીક તેના પરિવારમાં અને કેટલીક બોલિવૂડ મૂવીઝમાં. જ્યારે હું થોડી મોટી થઈ ત્યારે મારી જાતીયતા વિશે જાણકારી મળી. મેં મારી જેવા લોકોનો પ્રેમ ક્યારેય જોયો નથી. મને આનંદ છે કે મારી પાસે આ તક છે મારા પ્રેમ સાથે રહેવાની. વર્ષગાંઠની શુભેચ્છા બેબીજાન.

બીજી તરફ, અંજલિ ચક્રએ પણ ફોટા ટ્વીટ કર્યા છે. મને જેણે પ્રેમ કર્યો અને પ્રેમ કરવાનું શીખવનારી છોકરીને લગ્નની વર્ષગાંઠની શુભકામના.

Share your opinion here...
અહી લાઈક બટન પર ક્લિક કરી અમારું પેજ લાઈક કરો. 

અહી ક્લિક કરી અમારી Youtube ચેનલ સબસ્ક્રાઈબ કરો.