ગાંધીનગરના સચિવાલયના પાર્કિંગમાં પીઆઈએ કરી આત્મહત્યા

Published on: 10:16 am, Sun, 20 September 20

ગાંધીનગરમાં સચિવાલયમાં સલામતી શાખાના PIએ આપઘાત કર્યો છે. ઘરે નહીં પહોંચતા પરિવારે પોલીસને કરી હતી જાણ. PI પીજે પટેલે સચિવાલયના પાર્કિંગમાં ગાડીમાં જ આત્મહત્યા કરી. મોડી રાત સુધી પીજે પટેલ તેમના ઘરે ન પહોંચતા તેમના પરિવારજનોએ પોલીસને જાણ કરી હતી.

સલામતી શાખા, ગાંધીનગરના પોલીસ ઈન્સ્પેક્ટર પીજે પટેલે ચિવાલયના આવેલા પાર્કિંગમાં પાર્ક કરાયેલી ગાડીમાં જ આત્મહત્યા કરી છે. ત્યારે પોલીસે તપાસ કરતા ગાડીમાંથી તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. પીજે પટેલે કયા કારણોસર આત્મહત્યા કરી તે હજુ જાણી શકાયુ નથી. પરંતુ તેમની આત્મહત્યાથી પોલીસ બેડામા ચર્ચાનો દોર શરૂ થયો છે.

ગાંધીનગર સચિવાલયમાં સલામતી શાખામાં પી આઈ ફરજ બજાવતા પ્રિતેશ પટેલ અગમ્ય કારણોસર આત્મહત્યા કરી છે. તેઓએ પોતાની ગાડીમાં સર્વિસ રિવોલ્વરથી ફાયરિંગ કરી આત્મહત્યા કરી લીધી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે, તેમની પાસેથી કોઈ જ પ્રકારની સ્યૂસાઈડ નોટ મળી નથી.

આત્મહત્યાનું કારણ જાણી શકાયુ નથી…
મૂળ બાયડના વતની પીજે પટેલ ગાંધીનગરના સરગાસણમાં પોતાના પરિવાર સાથે રહે છે. તેમના પરિવારમાં એક પુત્ર અને એક પુત્રી તથા પત્ની છે. શા કારણે PI પીજે પટેલે આત્મહત્યા કરી હતી તે અંગે અનેક તર્ક વિતર્ક થઇ રહ્યા છે.જો કે ઘર કંકાશના કારને આત્મહત્યા કરી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews   ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en