આ રીતે ઘરેબેઠા બનાવો ખુબ જ સ્વાદિષ્ટ ખજૂરનું અથાણું, શિયાળામાં થશે અઢળક ફાયદા…

Published on: 1:29 pm, Tue, 8 December 20

ખજૂર ગળ્યો હોવાનાં લીધે ઘણા લોકોને ભાવતો હોતો નથી પણ ખજૂર ખાવો સારો છે કેમ કે, તે બહુ જ પૌષ્ટિક હોય છે. ઘણા આપણે શિયાળાની ઋતુમાં ખજૂરને ડ્રાઇ ફ્રુટ્સની જેમ ખાઇએ છીએ. ઘણી વાર કોઇ શેક બનાવીને પીવે છે. તો ઘણા ખજૂરને ગરમ કરીને ઘી નાંખીને ખાય છે. જો કે, તમે ખજૂરનું અથાણું ખાધુ છે ક્યારેય આવ્યું ને મોંમા પાણી આજ રોજ અમે ખાસ તમારા માટે ખજૂરનું અથાણું લાવ્યા છીએ. ખજૂરનાં અથાણાની રેસીપી લઇને આવ્યા છીએ. શિયાળાની ઋતુમાં ફૂલગુલાબી ઠંડીમાં ખજૂરનું અથાણું આરોગ્ય માટે પણ ફાયદાકારક છે.

ખજૂરનું અથાણું બનાવા માટે આવશ્યક સામગ્રી
1 kg ખજૂર, લીંબુનો રસ, 500 ગ્રામ ખાંડ, 200 ગ્રામ અથાણાનો મસાલો, મીઠું સ્વાદ મુજબ

ખજૂરનું અથાણું બનાવા માટેની રીત
સૌથી પહેલા ખજૂર ધોઈ એક કોટનનાં કપડાંમાં કોરી કરી દો. એ પછી ખજૂરમાંથી ઠળિયા કાઢી 2 ફાડિયા કરી દેવા. ત્યાર બાદ લીંબુનો રસ કાઢીને ગાળી લેવો. ત્યાર બાદ આ લીંબુનાં રસમાં ખાંડ ભેળવી તેમજ ખાંડ ઓગળી જાય ત્યાં સુધી તેને બરાબર હલાવવું. એ પછી એમાં ખજૂરનાં ટુકડા તેમજ આચાર મસાલો ભેળવીને બરાબર હલાવો.

એ પછી એમાં લાલ મરચુ તેમજ મીઠુ નાખી દો. ત્યાર બાદ આ અથાણાંને ઢાંકીને એક બાજુ મૂકી દો તેમજ 2-3 દિવસ બાદ બરાબર હલાવીને બરણીમાં ભરી દો. જો અથાણાંમાં ખટાશ વધારે લાગે તો ખાંડ વધુ નાખી શકો છો. આ રીતે તૈયાર થઇ ગયું ખજૂરનું અથાણું. આ અથાણું પરાઠા, પુરી સાથે ખાવાથી બહુ જ સ્વાદિષ્ટ લાગે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle