પીકઅપ વાન અને બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત – 7 લોકોના ઘટના સ્થળે જ મોત અને 32 થી વધુ ઘાયલ

Published on: 11:56 am, Sat, 17 October 20

ઉત્તર પ્રદેશના પીલીભીટમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ 30 પર આજે વહેલી સવારે એક દુ:ખદ માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 7 લોકોનાં મોત નીપજ્યાં છે અને 24 થી વધુ લોકો ઘાયલ થયાં હોવાની માહિતી મળી રહી છે. સ્થળ પર હાજર લોકોએ જણાવ્યું કે, પીકઅપ વાનના ચાલકને સવારે ઉંઘ આવી ગઈ હતી. આ દરમિયાન તેણે ચાલતી બસને ટક્કર મારતાં બસ પલટી ગઈ હતી. આ અકસ્માતમાં બસમાં બેઠેલા 6 મુસાફરો અને પીકઅપ વાનમાં બેઠેલા 1 વ્યક્તિનું મોત નીપજ્યું છે.

અહેવાલ મુજબ, આ અકસ્માત આજે સવારે 3 થી 4 ની વચ્ચે થયો હતો. જ્યારે લખનૌથી આવતી પીલીભિત ડેપોની બસ પિકઅપ ચાલકને ટકરાઈ હતી. ટકરાતાંની સાથે બસ પલટી ગઈ હતી. આ અકસ્માતમાં 7 મુસાફરોનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. તેમાં એક મહિલા શામેલ છે. ઘાયલ થયેલા 24 માંથી 8 ની હાલત ગંભીર છે. તેની જિલ્લા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

એક સ્થાનિક નાગરિકે જણાવ્યું કે, પીલીભીતથી બસ લખનૌથી આવી રહી હતી, જ્યારે પિકઅપ વાન વિરુદ્ધ દિશામાં જઈ રહી હતી. તે દરમિયાન પૂર ઝડપે આવી રહેલી બસને પીક-અપ ચાલકે ટક્કર મારી હતી. ટક્કર એટલી ઝડપથી થઈ હતી કે, બસનું સંતુલન બગડ્યું અને બસ પલટી ગઈ.

પ્રત્યક્ષદર્શીઓ કહે છે કે, મુસાફરો બસમાં સવાર હતા ત્યારે કેટલાક લોકો પીકઅપમાં બેઠા પણ હતા. આ અકસ્માતમાં બસમાં બેઠેલા 6 મુસાફરો અને પીકઅપમાં બેઠેલા એક મુસાફરનાં મોત નીપજ્યાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle