મધ્યપ્રદેશમાં પૌત્રના મૃત્યુબાદ બારમું કરાયું આ રીતે, પ્રેરણાદાયક કિસ્સો.

Published on Trishul News at 11:49 AM, Sat, 20 July 2019

Last modified on July 20th, 2019 at 11:49 AM

ઇટારસી ના સોનાસાવરી ગામના પૂર્વ સરપંચના ૨૯ વર્ષના દીકરા અતુલ ચોરે નું હાર્ટઅટેકથી 5 જુલાઇના રોજ મૃત્યુ થયું હતું. ૮૫ વર્ષના દાદા ડોક્ટર જી ડી ચોરે અને તેના પિતા રાધા રમણ ચોરે એ સમાજને હોય રસોઇના આપી. તેના બદલે શ્રદ્ધાંજલી સભા રાખવામાં આવી. આ સભામાં આવનાર દરેક વ્યક્તિને એ કે છોડ ભેટમાં આપવામાં આવ્યો. અને પિતાએ બધાને કહ્યું કે આ છોડ મારા દિકરાની સ્મૃતિમાં તમને ભેટ કરી રહ્યા છીએ. આને તમે ઘરના આંગણામાં અથવા આજુબાજુ જરૂર ઉગાડો જેમાં મારો દીકરો કાયમ જીવતો રહે.

આ દરમિયાન પર્યાવરણની જાગૃતિ માટે દિકરાની સ્મૃતિમાં ૨૨૫ ફળ આપનાર છોડનું વિતરણ કરવામાં આવ્યું. તેમાં આંબો ,દાડમ, જમરૂખ, જાંબુ ના છોડ હતા. દીકરાના મોતથી દુખી પીતા બોલ્યા, હૃદયની બીમારીના કોઈપણ લક્ષણો દેખાય તો ચેકર જરૂર કરાવો ભલે ઉમ્ર 25 વર્ષ કેમ ન હોય. અતુલ નું મૃત્યુ 5 જુલાઇના રોજ હોસ્પિટલમાં થયું હતું.

સમાજને પ્રેરણા આપે એવું કાર્ય.

ઈટારસી ના રીટાયર્ડ શિક્ષક એન પી ચિમાનીયા એ જણાવ્યું કે મૃત્યુ બાદ ભોજન કરવાના બદલે સમાજના પરિવારો એવું કાર્ય કરી રહ્યા છે જેનાથી બીજા લોકોને પ્રેરણા મળે. અમે પણ કાર્ડિયાક એસ્ટેટમાં પોતાના 22 વર્ષના દીકરા રાહુલને 2006માં ગુમાવી દીધો હતો. દીકરાની યાદમાં અમે દર વર્ષે જરૂરીયાત વાળા બાળકોને સ્કોલરશીપ આપીએ છીએ. આજે અમને જમરૂખ નો છોડ મળ્યો છે જે અમે સરદાર પટેલ ભવન ના પરિસરમાં રોપી દઈશું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Be the first to comment on "મધ્યપ્રદેશમાં પૌત્રના મૃત્યુબાદ બારમું કરાયું આ રીતે, પ્રેરણાદાયક કિસ્સો."

Leave a comment

Your email address will not be published.


*