વિશ્વ પર્યાવરણ દિવસની અનોખી ઉજવણી: ઓલપાડના દાંડી ખાતે હર્ષ સંધવીએ મેન્ગ્રેવ રોપાના વાવેતરનો કરાવ્યો શુભારંભ

Published on: 6:57 pm, Mon, 5 June 23

World Environment Day Harsh Sanghvi: આજરોજ 5 મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી મેન્ગ્રોવ ઇનિશિયેટિવ ફોર શોરલાઇન હેબિટ્સ એન્ડ ટેન્જિબલ ઇનક્સ (MISHTI) કાર્યક્રમનો દેશવ્યાપી શુભારંભ કરાવ્યો હતો. જેનુ જીવત પ્રસારણ કરાયું હતું. જે અંતર્ગત સમગ્ર રાજયની ૨૫ સાઇટ્સ સહિત સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના દાંડી ગામે ગૃહરાજયમંત્રી હર્ષ સંઘવી(Harsh Sanghvi)એ મેન્ગ્રોવ(ચેર)નું વાવેતર કરી પ્રારંભ કરાવ્યો હતો.

૨૦૦ હેકટરમાં ૨ લાખના મેન્ગ્રોવના વૃક્ષોનુ વાવેતર

દાંડીના હનુમાન મંદિર ખાતે આયોજીત કાર્યક્રમમાં મંત્રી સંધવીએ જણાવ્યું હતું કે, પર્યાવરણના જતનમાં મેન્ગ્રોવ(ચેર)ની મહત્વપૂર્ણ ભૂમિકા રહેલી છે. દરિયાકાંઠાના ધોવાણ અટકાવવા માટે મેન્ગોવએ કલ્પ વૃક્ષ છે. ચેરના વાવેતરથી દરિયાઈ જીવોને ખોરાક મળી રહે છે તેમ જણાવીને આજે બે હેકટર વિસ્તારમાં મેન્ગોઝના વાવેતરની શરૂઆત કરવામાં આવી છે જે આગામી એક વર્ષ દરમિયાન સુરત વન વિભાગ દ્વારા ૨૦૦ હેકટરમાં ૨ લાખના મેન્ગ્રોવના વૃક્ષોનુ વાવેતર કરીને દરિયાકાંઠાના વિસ્તારોને નવપલ્લિત કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

ખારાશવાળા સખત દરિયાઈ પવનોને મેન્ગ્રોવ આગળ વધતા અટકાવે

કેન્દ્ર સરકારે મેન્ગ્રેવના વાવેતર માટેના કાર્યક્રમ MISHTI ની શરુઆત કરી છે. દરિયાઈ વિસ્તારમાં વિવિધ પ્રકારની જીવસૃષ્ટિ ધરાવતું મેન્ગ્રોવ(ચેર) અગત્યનો સ્ત્રોત છે. દરિયાની ભરતીના મોજાથી કાંઠા વિસ્તારનું ધોવાણ અટકાવે છે. મેન્ગ્રેવના મૂળ જમીનના ધોવાણથી આવેલા કાંપને ૨ અસરકારક રીતે પકડીને ફિલ્ટરનું કામ કરે છે. ખારાશવાળા સખત દરિયાઈ પવનોને મેન્ગ્રોવ આગળ વધતા અટકાવે છે. મેન્ગ્રોવ મોટા જથ્થામાં પાંદડા ઉત્પન્ન કરે છે. જેમાંથી ઉત્પન્ન થતો સેન્દ્રિય – બાયોમાસ દરિયાઈ જીવો માટે ખોરાક તરીકે કામ આવે છે. મેગ્રોવના વૃક્ષો વિવિધ પ્રકારના પક્ષીઓને રહેઠાણ સહિત સ્થાનિક હવામાન સુધારે છે.

૧૧૦૩ સ્કવેર કિ.મી. વિસ્તારમાં મેન્ગુઝના વૃક્ષોનું થાય છે વાવેતર

આ અવસરે સૂરતના નાયબ વન સંરક્ષક અનંતકુમારે જણાવ્યું હતું કે, સુરત વન વિભાગ અને ગુજરાત ઈકોલોજીકલ કમિશન સાથે મળીને મિષ્ટી પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી છે. ભારતનો સૌથી મોટો દરીયાકિનારો ગુજરાતમાં આવેલ છે જેમાં ૧૧૦૩ સ્કવેર કિ.મી. વિસ્તારમાં મેન્ગુઝના વૃક્ષો આવેલા છે. સુરત જિલ્લામાં ૪૩.૬૩ સ્કવેર કિ. મીટરમાં મેન્ગ્રોવ આવેલા છે. ઓલપાડના દાંડી, કડિયાબેટ, કરંજ અને છીણી ગામના દરિયા કિનારા વિસ્તારમાં મેન્ગ્રોવનુ વાવેતર કરવામાં આવનાર હોવાની વિગતો આપી હતી.

Harsh Sanghvi એ મેન્ગ્રેવ રોપાના વાવેતરનો કરાવ્યો શુભારંભ

વાંસ સુધારણા યોજના હેઠળ વાંસના ઉત્પાદનમાંથી વનસમિતિઓને ચેકનુ વિતરણ કરાયુ હતું. જેમાં રખસડી ગામને રૂા.૮.૩૬ લાખ, ધાણાવડને રૂ.૮.૦૩ લાખ, મહુડીને રૂા.૨.૫૨ લાખ, બોરીયાને રૂ.૨.૪૪ લાખ, અમરકુઈને રૂ.૧.૫૪ લાખ, માંડણ ઉમલ્લાને રૂ.૧.૫૧ લાખ, દિવતણને રૂા.૧.૩૩ લાખ મળી કુલ સાત ગામની વનસમિતિઓને રૂા.૨૫.૭૪ લાખના ચેકોનુ મંત્રીના હસ્તે વિતરણ કરાયું હતું.

આ અવસરે ધારાસભ્ય સંદિપભાઈ દેસાઈ, ઈ.જિલ્લા કલેક્ટર બી. કે.વસાવા, મુખ્ય વન સંરક્ષક સુરત વર્તુળના વડા ડો. કે. શશીકુમાર, નાયબ વન સંરક્ષક સચીન ગુપ્તા, જિલ્લા પોલીસ અધિક્ષક હિતેશ જોયસર, જિલ્લા સંગઠન પ્રમુખ ભરતભાઈ રાઠોડ, અગ્રણી બ્રિજેશભાઈ પટેલ, દાંડીના સરપંચ વેણીલાલ તથા વનવિભાગના અધિકારીઓ, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Be the first to comment on "વિશ્વ પર્યાવરણ દિવસની અનોખી ઉજવણી: ઓલપાડના દાંડી ખાતે હર્ષ સંધવીએ મેન્ગ્રેવ રોપાના વાવેતરનો કરાવ્યો શુભારંભ"

Leave a comment

Your email address will not be published.


*