BJPના એક પણ MLA એ વિધાનસભામાં સુરતમાં સરકારી કોલેજ માટે રજુઆત ન કરી- કોંગી MLAએ કરી રજુઆત

સુરતમાં અંદાજે 60 લાખની વસ્તી વચ્ચે છેલ્લા દોઢ દાયકાથી એક પણ સરકારી કોલેજ ભાજપ સરકાર નિર્માણ કરી શકી નથી. સુરતમાં ખાનગી કોલેજોના રાફડા ફાટયા છે…

સુરતમાં અંદાજે 60 લાખની વસ્તી વચ્ચે છેલ્લા દોઢ દાયકાથી એક પણ સરકારી કોલેજ ભાજપ સરકાર નિર્માણ કરી શકી નથી. સુરતમાં ખાનગી કોલેજોના રાફડા ફાટયા છે અને શિક્ષણ અને વેપાર બનાવી દીધો છે. સુરતમાં વિધાનસભા વિસ્તારના અંદાજે ૧૨ જેટલા ધારાસભ્યોને લેખિતમાં તેમજ રૂબરૂમાં અનેક રજૂઆતો છતાં નીરસ અને આળસુ ધારાસભ્યોએ એક પણ વાર વરાછા ના વિદ્યાર્થીઓ નો અવાજ વિધાનસભાના ગલિયારામાં પહોંચાડ્યો નથી.

વરાછા ના વિદ્યાર્થીઓ દ્વારા છેલ્લા બે વર્ષથી વરાછામાં સરકારી કોલેજની સ્થાપના થાય તે હેતુ થી લેખિતમાં અને રૂબરૂમાં રજૂઆતો કરાઈ છે, પરંતુ તંત્ર દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. એકબીજા વિભાગોમાં અરજીઓ મોકલીને પોતાની અસમર્થતા બતાવી રહ્યા છે. વિદ્યાર્થી યુવા સંગઠન દ્વારા કોલેજની સ્થાપના અંગે અલગ અલગ દસ્તાવેજો ભેગા કરવા માટે તજવીજ હાથ ધરી અને પુરાવા સાથે રજૂઆતો કરવામાં આવી ત્યારે તંત્ર દ્વારા સુરતમાં સરકારી કોલેજ બની શકે તેવી નિયમ અનુસાર ની જગ્યા નથી, તેવું બહાનું આગળ ધરવામાં આવ્યું। પરંતુ સુરતમાં વેપાર ની દુકાન બનેલી ખાનગી કોલેજો નિયમોને નેવે મૂકીને મંજુર કરી દેવામાં આવી છે.

જ્યારે સત્તાપક્ષ કામ નથી કરતો ત્યારે જનતાને વિપક્ષ પાસે આશા હોય છે. વિદ્યાર્થીઓ દ્વારા દક્ષિણ ગુજરાતના કોંગી ધારાસભ્ય આનંદ ચૌધરી વિધાનસભામાં સુરતના વરાછા વિસ્તારમાં સરકારી કોલેજ બને તેવી માંગ કરી હતી. આગામી બજેટમાં આ કોલેજ માટે યોગ્ય વિચારણા કરવામાં આવે તેવી રજૂઆત પણ કરી હતી સુરત શહેર બહારના ધારાસભ્ય દ્વારા આ રજૂઆત થતી જોઈને સુરતના 12 ધારાસભ્યો ના મોઢે તાળા લાગી ગયા હતા અને વીલા મોઢે રજૂઆતને જોઈ રહ્યા હતા. કદાચ તેઓ મનમાં એમ જ વિચારી રહ્યા હશે કે અમે કંઈ કરી શકીશું નહીં, સુરતની જનતા એ પણ અમારી પાસે કોઈ આશા રાખવી નહીં.

અહીં ઉલ્લેખનીય છે કે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના શહેરી વિસ્તારમાં એક પણ સરકારી કોલેજ નથી સુરત ની વસ્તી ૬૦ લાખ જેટલી છે. જેમાંથી 15 લાખથી વધુ વસ્તી માત્ર વરાછા વિસ્તારમાં રહે છે. જ્યાં એક પણ સરકારી કોલેજ આજદિન સુધી બનાવવામાં આવી નથી. વરાછાના વિદ્યાર્થીઓએ મજબુરી શહેરની સેલ્ફ ફાઈનાન્સ કોલેજોમાં જ અભ્યાસ કરવો પડે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *